સ્પેશિયલ ફિચર્સ

સોમવારે છે પુષ્ય નક્ષત્ર: આ 7 ઉપાય કરવાથી આવશે સુખ-સમૃદ્ધિ, મળશે મનવાંછિત ફળ

Pushya Nakshatra Benefit: પુષ્ય નક્ષત્રને ‘નક્ષત્રોનો રાજા’ કહેવાય છે. આ નક્ષત્ર સોના, ચાંદી, વાહન, મકાન જેવી વસ્તુઓની ખરીદી માટે આ નક્ષત્રને ઘણું શુભ માનવામાં આવે છે. જેથી ઘણા લોકો આ નક્ષત્રની આતૂરતાપૂર્વક રાહ જોતા હોય છે. આ નક્ષત્રમાં કેટલાક ઉપાયો કરવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. 8 ડિસેમ્બર, 2025નેે સોમવારના રોજ પુષ્ય નક્ષત્રની તિથિ આવી રહી છે. ત્યારે આ દિવસે કયા કયા ઉપાયો કરવો જોઈએ, આવો જાણીએ.

શનિદેવ આગળ વધારશે અટકેલા કામ

ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવવા ઇચ્છો છો, તો સોમવારે પુષ્ય નક્ષત્ર દરમિયાન એક કળશમાં પાણી લઈને તેમાં થોડી ખાંડ નાખો. હવે આ પાણીનો પીપળાના ઝાડના થડમાં અભિષેક કરો. સાથોસાથ ‘ॐ એ હ્રીં શ્રીં શનૈશ્વરાય નમ:’ મંત્રનો જાપ કરો. ભગવાનને સુખ-સંપત્તિ વધારવાની પ્રાર્થના કરો. આ ઉપાય કારગર સાબિત થશે. જો તમે લવ મેરેજ કરવા ઇચ્છો છો અને અડચણો આવી રહી છે કે, તો આજે રાત્રે 2 વાગ્યેને 53 મિનિટે પીપળાના ઝાડ નીચે સરસોના તેલનો દીવો કરોવો જોઈએ. સાથોસાથ ‘શં હ્રીં શં શનૈશ્વરાય નમ:’ મંત્રનો જાપ કરો. આ ઉપાયથી તમારા લવ મેરેજનો માર્ગ મોકળો થઈ જશે.

તન-મન રહેશે તંદુરસ્ત, ધનની થશે વૃદ્ધિ

તમારા કોઈ કામનો ઉકેલ નથી આવી રહ્યો, મુશ્કેલીઓ આવી રહી છે. તો સોમવારે પાણીમાં દૂધના થોડા ટીપા ભેળવીને શિવલિંગ પર અભિષેક કરો. સાથોસાથ બીલીપત્ર પર ॐ લખીને શિવલિંગ પર અર્પણ કરો. ધૂપ-દીપ સાથે વિધિવત રીતે શિવલિંગની પૂજા કરો. ભગવાન શિવ તમારૂં કામ જલ્દી પાર પાડશે. જો તમારા જીવનસાથીનું સ્વાસ્થ્ય સારું રહેતું નથી. વારંવાર બીમાર પડી જાય છે. તો એક વાટકીમાં જવ પીસીને બનાવેલા સત્તુ લો. તેના પર પોતાના જીવનસાથીના હાથનો સ્પર્શ કરાવીને તેને મંદિર અથવા કોઈ ધાર્મિકસ્થળે દાન કરી દો. સોમવારે પુષ્ય નક્ષત્રમાં આ ઉપાય કરવાથી તમારા જીવનસાથીનું સ્વાસ્થ ખરાબ થશે નહીં.

જો તમે તમારા વેપાર-ધંધાની વૃદ્ધિ કરવા માંગો છો, તો માટીના એક ખાલી ઘડા પક મેશનો ચાંદલો કરો. હવે તે ઘડા પર ઢાંકણું બંધ કરીને તેને પાણીમાં વહાવી દો. આ ઉપાયથી તમારા વેપાર-ધંધામાં નોંધપાત્ર પ્રગતિ થશે. આ સિવાય જો કોઈ પોતાની આર્થિક પરિસ્થિતિ સુધારવા માંગે છે, તો તેમણે એક રૂપિયાના સિક્કા પર સરસોના તેલનું એક ટીપુ લગાવીને શનિ મંદિરમાં મૂકીને શનિદેવને આર્થિક પરિસ્થિતિ સુધારવા માટે પ્રાર્થના કરવી જોઈએ.

મનવાંછિત ફળ મેળવવાનો મહત્ત્વનો ઉપાય

પોતાનું મનવાંછિત કામ થાય એવું દરેક વ્યક્તિ ઇચ્છે છે. તેના માટે પુષ્ય નક્ષત્રમાં એક મહત્ત્વનું કામ કરવાનું રહેશે. સોમવારે સ્નાનાદિક ક્રિયા પૂરી કર્યા બાદ શિવ મંદિરે જાવ. શિવલિંગ પર શુદ્ધ જળ વડે અભિષેક કરો. પછી છોલ્યા વગરનું નારિયેળ ભગવાન શિવને અર્પણ કર અને હાથ જોડીને ભગવાન શિવને મનવાંછિત કામ પૂરૂ કરવા માટે પ્રાર્થના કરો. ભગવાન શિવ તમારૂં મનગમતું કામ પાર પાડશે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનો સામાન્ય જાણકારી તથા ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. મુંબઈ સમાચાર તેની પુષ્ટિ કરતું નથી.)

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button