વજન ઘટાડવા માટેનો પરફેક્ટ બ્રેકફાસ્ટ: આ 5 નાસ્તા છે બેસ્ટ!

Weight loss breakfast: દરેક વ્યક્તિને સ્વસ્થ રહેવું છે, પરંતુ આજની વ્યસ્ત જીવનશૈલીમાં સ્વસ્થ રહેવું પડકાર સમાન બની ગયું છે, જેમાં આજના સમયમાં પણ વધતું વજન લોકોની મોટી સમસ્યા બની રહ્યું છે. પરંતુ સવારના નાસ્તામાં કેટલાક ખોરાકનું સેવન કરવાથી વધતું વજન અટકાવી શકાય છે. આવો જાણીએ, સવારમાં કેવો નાસ્તો કરવો જોઈએ?
મિસ્સી રોટી

રાત્રે વધેલી દાળને ફેંકવાને બદલે સવારે તેનો સદુપયોગ કરીને સરસ નાસ્તો બનાવી શકાય છે. રાત્રે વધેલી મગ અથવા અડદની દાળને બેસન અને અન્ય મસાલા સાથે ભેળવીને લોટ બાંધો. ત્યાર બાદ આ લોટમાંથી ગોળ રોટલી વણો. તેને તવા પર સેકો. મિસ્સી રોટી તૈયાર છે. આ રોટલીને તમે દહીં અથવા અથાણા સાથે ખાઈ શકો છો.
બેસન ચીલ્લા

બેસનના લોટ સાથે કાપેલી ડુંગળી, લીલા મરચાં, ટામેટા, ધાણા વગેરે મિક્સ કરેને ખીરૂં તૈયાર કરો. તવા પર થોડું તેલ નાખીને પાતળા ચીલ્લા બનાવો. પ્રોટિનથી ભરપૂર આ ચીલ્લા વજન કંટ્રોલ કરવામાં લાભદાયી સાબિત થાય છે.
વેજિટેબલ કટલેટ

શાકભાજીને બાફીને તેમાં ચાળેલું બેસન અને મસાલા ભેળવીને કટલેટ માટે મિશ્રણ તૈયાર કરો. તવામાં થોડું તૈલ નાખીને તેને ધીમા તાપે સેકો. આ એક પૌષ્ટિક અને હેલ્ધી નાસ્તો છે. જેને તમે બ્રેકફાસ્ટમાં ખાઈ શકો છો.
પનીરના મલ્ટીગ્રેન પરાઠા

મલ્ટીગ્રેન આટાનો લોટ બાંધો. બાફેલા વટાણા, ક્રશ કરેલું પનિર અને મસાલાનું તૈયાર કરેલું સ્ટફિંગ તૈયાર કરો. સ્ટફિંગને લોટમાં વણીને પરાઠા તૈયાર કરો. પરાઠાને તવા પર સેકો. તમે ઈચ્છો તો વગર તેલે પણ તેને તૈયાર કરી શકો છો પ્રોટિન અને કાર્બોહાઇડ્રેટથી ભરપૂર હોય છે.
મગ દાળ બેઝ્ડ પૈનકેક

આ નાસ્તો બનાવવા માટે મગની દાળ, રસોડાના મસાલા, રાઈનું તેલ અને ટામેટા, કેપ્સિકમ અને ગાજર લેવાનું રહેશે. પૈનકેક બનાવવા માટે મગની દાળને પાણીમાં પલાળીને પીસીને તેમાં મસાલા તથા કાપેલા શાકભાજી, હળદર અને હીંગ જેવી મસાલા નાખી મિક્સ કરીને ખીરૂં તૈયાર કરો.
ત્યાર બાદ તવામાં રાઈનું તેલ નાખીને તેમાં તૈયાર કરેલા મિશ્રણને સારી રીતે સેકો. પ્રોટિન અને વિટામિનથી ભરપૂર નાસ્તો તૈયાર છે. આ નાસ્તાને તમે સવારે ફૂદીના અથવા આંમલીની ચટણી સાથે ખાઈ શકો છો.