તમે પણ આ રીતે C-Type Chargerથી ચાર્જ કરો છો મોબાઈલ ફોન? આજે જ બંધ કરી દો નહીંતર…
એક સમય હતો કે જ્યારે માણસની ત્રણ જરૂરિયાત હતી રોટી, કપડાં ઔર મકાન. હવે આધુનિક સમયમાં આ ત્રણ પાયાની જરૂરિયાતમાં એક ચોથી વસ્તુ ઉમેરાઈ ગઈ છે અને એ છે મોબાઈલ અને ચાર્જર. આજકાલ મોટાભાગાના સ્માર્ટફોન સાથે સી ટાઈપ ચાર્જર આવે છે, જેને કારણે ફોન ફટાફટ ચાર્જ થઈ રહી છે.
નોર્મલ ચાર્જરની સરખામણીએ આ ચાર્જર 70 ટકા વધુ ઝડપથી ફોન ચાર્જ કરે છે. પરંતુ મોટાભાગના લોકો આ ચાર્જર ખોટી રીતે પ્લગ ઈન કરીને છે અને એને કારણે ડિવાઈઝ સરખતી રીતે ચાર્જ નથી થતો. એટલું જ નહીં પણ ખોટી રીતે ચાર્જ કરવાથી ફોનને નુકસાન પણ પહોંચાડે છે. હવે તમને થશે કે તો પછી ભાઈસાબ આખરે ચાર્જ કરવાની શું છે સાચી રીત?
ચાલો તમને જણાવીએ-
આપણ વાંચો: એટલે યુવક મોબાઈલના ટાવર પર ચઢી ગયો અને કહ્યું ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરને બોલાવો…
અમે તમને અહી સી ટાઈપ ચાર્જરને વાપરવાની સાચી રીત વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનો ઉપયોગ કરીને તમે ડિવાઈઝની સાથે સાથે ચાર્જિંગ કેબલ અને એડેપ્ટોરને પણ ખરાબ થતાં બચાવી શકો છો. સી ટાઈપ ચાર્જરને ચાર્જિંગ જેકમાં સીધું પ્લગ ઈન કરવાનું હોય છે. આ માટે તમારે તમારા અંગૂઠા અને ઈન્ડેક્સ ફિંગરનો ઉપયોગ કરવો પડશે.
બીજો મહત્ત્વનો મુદ્દો એટલે ચાર્જિંગ કેબલને કાઢતી વખતે તારને ખેંચવાનું ટાળો. કેબલના છેડાને બરાબર રીતે પકડીને આરામથી તેને કાઢવું જોઈએ. એડપ્ટરમાં પ્લગ ઈન કરતી વખતે પણ કેબલનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એડેપ્ટર સાથે જોડાયેલા હિસ્સાને પણ બરાબર પ્લગ-ઈન કરવું જોઈએ.
કેબલ સંપૂર્ણપણે એડેપ્ટરમાં લાગેલું હોવું જોઈએ જો કેબલ સરખું કનેક્ટેડ નહીં હોય તો એડેપ્ટર તો ગરમ થશે જ પણ એની સાથે સાથે જ તમારો ફોન પણ સરખી રીતે ચાર્જ નહીં થાય.
બસ, આ નાની નાની વાતોનું ધ્યાન રાખીને તમે તમારા સી-ટાઈપ ચાર્જર અને મોબાઈલ ફોન બંનેને ખરાબ થતાં બચાવી શકો છો. આ મહત્ત્વની માહિતી તમારા ફ્રેન્ડ્સ સાથે પણ શેર કરો અને તેમના પણ ફોનને ખરાબ થતો બચાવો.