ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

ગ્રહોના રાજકુમાર બે વખત ગોચર કરશેઃ આ રાશિના જાતકોને થશે બંપર બોનાન્ઝા બેનેફિટ્સ…

જ્યોતિષશાસ્ત્રમાં બુધને બુદ્ધિ અને ધનનો કારક માનવામાં આવ્યો છે અને બુધ ચંદ્ર પછી સૌથી ઝડપથી ગતિ કરતો ગ્રહ માનવામાં આવ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં વેપાર અને બુદ્ધિના કારક એવા ગ્રહોના રાજકુમાર બુધ બે વખત ગોચર કરી રહ્યા છે, જેને કારણે અમુક રાશિના જાતકોને વિશેષ લાભ થઈ રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ અને ક્યારે ક્યારે થશે બુધનું આ ગોચર-

મુંબઈના એક જાણીતા જ્યોતિષીના જણાવ્યા અનુસાર ચોથી સપ્ટેમ્બરના બુધ સિંહ રાશિમાં ગોચર કરશે અને ત્યાર બાદ 23મી સપ્ટેમ્બરના બુધ ફરી પોતાની સ્વરાશિ કન્યામાં પ્રવેશ કરી રહ્યા છે. બુધ સપ્ટેમ્બરમાં બે વખત ગોચર કરી રહ્યા છે અને જેને કારણે કેટલીક રાશિના જાતકોનું સૂતેલું ભાગ્ય જાગી ઉઠશે. આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે અને તેમને દરેક કામમાં સફળતા મળી રહી છે.

સિંહઃ

For the next 24 days, the four zodiac signs will gather money with both hands, the Golden Period has begun...

સિંહ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. આવતા મહિને બે વખત થઈ રહેલું બુધનું આ રાશિ પરિવર્તન આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરવાની સાથે સાથે જ કાર્યશૈલીમાં પણ સુધારો જોવા મળશે. આકસ્મિક નાણા લાભ થઈ રહ્યો છે. વાણીનો પ્રભાવ વધી રહ્યો છે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. અટકી પડેલાં કામ પૂરા થઈ રહ્યા છે.

ધનઃ

ધન રાશિના જાતકો માટે બુધનું આ ગોચર ભાગ્ય ચમકાવી શકે છે. નોકરિયાત વર્ગના લોકોનું પ્રમોશન વગેરે થઈ શકે છે. દેશ-વિદેશમાં પ્રવાસ કરવાની તક મળી શકે છે. વેપારીઓ માટે આ સમયગળો ખૂબ જ લાભદાયી સાબિત થવાનો છે. આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે.

મિથુનઃ

For the next 24 days, the four zodiac signs will gather money with both hands, the Golden Period has begun...

મિથુન રાશિના જાતકો માટે એક જ મહિનામાં બે વખત થઈ રહેલું બુધનું ગોચર શુભ સાબિત થઈ રહ્યું છે. ભૌતિક સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ થઈ રહી છે. તમારી કમાણીના સાધનમાં વૃદ્ધિ થઈ શકે છે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. મિત્રવર્તુળમાં વધારો થશે. જો લાંબો સમયથી કોઈ મુશ્કેલીનો સામનો કરી રહ્યા હશો તો તે પણ દૂર થઈ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button