ખરતા વાળને નજરઅંદાજ ન કરો, જાણી લો કોઈ બીમારીનો સંકેત તો નથી…

Kidney problems symptoms: જીવન એ ઈશ્વરે આપેલી અમૂલ્ય ભેટ છે. સ્વસ્થ શરીરએ સારું જીવન જીવવાની ચાવી છે, તેથી શરીરને સ્વસ્થ રાખવું એ આપણી જવાબદારી છે. કિડની શરીરનું મહત્ત્વનું અવયવ છે.
કિડનીની આપણા શરીરમાં જમાં થયેલા કચરાને બહાર કાઢવાનું કામ કરે છે. જો કિડનીમાં સમસ્યા ઊભી થાય તો શરીરનું તંત્ર ખોરવાઈ જાય છે, તેથી કિડનીની સમસ્યાના લક્ષણોને ઓળખીને ઝડપથી તેની સારવાર કરાવવાનું જરૂરી છે. અહીં કિડનીની સમસ્યાના એક મુખ્ય લક્ષણ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
આપણ વાંચો: પપૈયું સ્વાસ્થય માટે ખૂબ જ સારું, પણ જો તમે આ બીમારીથી પીડાતા હોવ તો ચેતી જજો
વાળ ખરવાનો કિડની સાથે સીધો સંબંધ
વાળના ખરવાને ઘણા લોકો નજરઅંદાજ કરતા હોય છે. પરંતુ વાળનું ખરવું એ કિડનીની બીમારી હોવાનું મુખ્ય લક્ષણ છે. કિડનીમાં સમસ્યા હોવાથી શરીરમાં નકામો કચરા એકઠો થવા લાગે છે અને સાથોસાથ પોષક તત્વોનું અસંતુલિત થઈ જાય છે. જેનાથી વાળના રોમછિદ્રો નબળા પડી જાય છે.
જેથી હેરફોલ થવા માંડે છે. કિડનીની સમસ્યા ધરાવતા લોકોના વાળ શુષ્ક અને પાતળા થઈ જાય છે. આવા લોકોને ભવિષ્યમાં માથે ટાલ પણ પડી શકે છે.
કિડની ઝેરીલા પદાર્થોને ગાળવાનું અને ઇલેક્ટ્રોલાઈટનું સંતુલન રાખવાનું કામ કરે છે. જ્યારે કિડનીની કાર્યક્ષમતા ઘટી જાય છે. ત્યારે યુરિયા અને ક્રિએટિનિન જેવા પદાર્થો લોહીમાં ભળવા લાગે છે. જેથી યુરીમિયા નામની સ્થિતિનું નિર્માણ થાય છે. જે વાળના રોમછિદ્રો સહિતના ઘણા અંગો પર અસર કરે છે.
આપણ વાંચો: એલર્ટઃ તમે આ બીમારીથી પીડાતા હો તો પહેલા ફાસ્ટ ફૂડ છોડો અને કસરત કરવા લાગો!
ક્રોનિક કિડની રોગ શરીર માટે જરૂરી એવા આયર્ન, ઝિંક, વિટામિન ડી જેવા પોષક તત્વો તથા પૈરાથાઇરોઈડ જેવા હોર્મોન્સના બેલેન્સ પર અસર કરે છે. જેનાથી પણ વાળ નબળા પડી જાય છે. આ ઉપરાંત, કિડનીની બીમારીના કારણે શરીર પર તણાવ વધી જાય છે. જેથી ટેલોજન એફ્લુવિયમ નામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. જેનાથી વાળ ખરવા લાગે છે.
તેથી, જો તમારા વાળ ખરી રહ્યા છે, તો તમારે આ સમસ્યાને નજરઅંદાજ કરવી જોઈએ નહીં. વેળાસર ડૉક્ટરનો સંપર્ક કરીને તબીબી સલાહ પ્રમાણે યોગ્ય બ્લડ રિપોર્ટ કઢાવવા જોઈએ. જો કોઈ સમસ્યા જણાય તો તેની સારવાર શરૂ કરાવી દેવી જોઈએ.
(ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપેલી તબીબી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. મુંબઈ સમાચાર તેની પુષ્ટી કરતું નથી.)