સ્પેશિયલ ફિચર્સ

કઇ રીતે કામ કરે છે પ્રેગ્નન્સી ટેસ્ટની કીટ? કીટ વાપર્યા બાદ પણ ડોક્ટર પાસે જવું પડે?

દરેક સ્ત્રી માટે માતા બનવું એ અનન્ય અનુભૂતિ છે. એ કુદરતનો એવો આશીર્વાદ છે જે નસીબદારને જ પ્રાપ્ત થાય છે. અનેક મહિલાઓ માટે ઘેરબેઠા પ્રેગનન્સી કીટ માર્કેટમાં મળતી હોય છે પરંતુ અનેક મહિલાઓને ખ્યાલ નથી હોતો કે તેના પરિણામો કેવી રીતે તપાસવા, આ લેખમાં આ વિશે વિસ્તૃત માહિતી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મોટેભાગે પ્રેગ્નન્સી ટેસ્ટ કીટમાં જે રિઝલ્ટ બતાડે છે એ સાચું જ હોય છે. તેમ છતાં ખાતરી કરવા માટે અને પ્રેગ્નન્સી સુરક્ષિત છે કે નહિ તે જાણવા માટે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. પ્રેગ્નન્સી ટેસ્ટ 2 રીતે કરવામાં આવે છે: યુરિન ટેસ્ટ અથવા બ્લડ ટેસ્ટ. મહિલા પ્રેગ્નન્ટ ત્યારે જ થાય છે જ્યારે શરીરમાં એગ ફર્ટિલાઇઝ થઈને ગર્ભાશયમાં જાય છે.

પ્રેગ્નન્સી રહી હોય તેવી મહિલાઓના શરીરમાં એક ચોક્કસ પ્રકારનો હોર્મોન પેદા થાય છે જે તેમના લોહી અને યુરિનમાં જોવા મળે છે. આમ બંને પદ્ધતિઓમાં યુરિન વડે મહિલા પોતે ચકાસી શકે છે કે તે પ્રેગનન્ટ છે કે નહિ અને બીજી પદ્ધતિમાં તેના બ્લડ સેમ્પલ પરથી હોર્મોનલ ચકાસણી પરથી ખાતરી થાય છે કે તે ગર્ભવતી છે. આ હોર્મોનનું નામ હ્યુમન કોરિઓનિક ગોનાડોટ્રોપિન છે. તે કીટ પર ડિટેક્ટ થાય છે. પ્રેગ્નન્સી ટેસ્ટની કીટમાં ટેસ્ટ વિન્ડો હોય છે.

એ પટ્ટી પર પેશાબના ટીપા નાખી થોડીવાર માટે રાખી તેનું રિઝલ્ટ જોવાનું હોય છે. 5 મિનિટ બાદ કીટ પર 2 પિંક રંગની લાઇન્સ આવેલી હોય છે તેના પર નજર રાખવી જોઇએ. ટેસ્ટ લાઇન અને કંટ્રોલ લાઇન. આ બંને લાઇન ડાર્ક થાય તો સમજવું કે રિઝલ્ટ પોઝિટિવ છે એટલે કે પ્રેગ્નન્સી છે. બંને લાઇનમાં કંટ્રોલ લાઇનનું રિઝલ્ટ મહત્વનું છે. જો કંટ્રોલ લાઇનનું રિઝલ્ટ બરાબર ન દેખાાય તો કીટમાં જ પ્રોબ્લેમ છે તેવું સમજવું. 2 ડાર્ક પિંક લાઇન એટલે પોઝિટિવ 1 પિંક લાઇન એટલે નેગેટિવ બ્લેન્ક લાઇન એટલે ફરીવાર ટેસ્ટ કરવો પડશે ખાલી ટેસ્ટ લાઇન ડાર્ક થાય તો ડોક્ટરની સલાહ લો પ્રેગ્નન્સી કિટથી ફક્ત પ્રેગ્નન્સી અંગેની જાણકારી મળે છે, તેથી ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ હોસ્પિટલમાં બ્લડનું ટેસ્ટિંગ કરવું જોઈએ. આ ટેસ્ટથી HCG લેવલની તપાસ કરવામાં આવે છે, તેથી ખબર પડે છે કે પ્રેગ્નન્સી હેલ્ધી છે કે નહિ. ઘણી વખત અપરિણીત છોકરીઓ જાતે ટેસ્ટ કરે છે અને રિઝલ્ટ પોઝિટિવ આવે તો પછી ગર્ભપાતની ગોળીઓ જાતે ખાય છે જે યોગ્ય નથી. આમ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટપાસે જઇ તપાસ જરૂર કરાવડાવવી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button