પોસ્ટ ઓફિસની આ ધાકડ સ્કીમમાં કરો રોકાણ: માત્ર ₹5 લાખ લગાવો અને 15 વર્ષમાં મળશે ₹15 લાખથી વધુ…

દરેક વ્યક્તિ પોતાના ભવિષ્ય માટે પૈસા બચાવે છે અને તેઓ પૈસા એવી જગ્યાએ રોકે છે કે જ્યાં તેમના પૈસા સુરક્ષિત રહે અને જોરદાર રિટર્ન મળે. પણ આખરે એવી કઈ જગ્યાએ પૈસા રોકવા જેને કારણે જોરદાર રિટર્ન તો મળે જ પણ પૈસા પણ સુરક્ષિત રહે? આજે અમે અહીં તમને આવી જ એક પોસ્ટ ઓફિસની એક એવી ધાસ્સુ સ્કિમ વિશે જણાવીશું કે જેમાં તમને જોરદાર રિટર્ન મળશે.
પોસ્ટ ઓફિસની જેમ સ્કીમ વિશે અમે અહીં વાત કરી રહ્યા છીએ એ છે પોસ્ટ એફિસની ટર્મ ડિપોઝીટ છે અને સામાન્ય ભાષામાં પોસ્ટ ઓફિસ એફડી પણ કહેવામાં આવે છે.
આપણ વાંચો: FD પર દમદાર વ્યાજ આપે છે આ પાંચ બેંક, પછી કહેતાં નહીં કે કીધું નહોતું…
આ સ્કીમમાં તમે દર વર્ષે એક સાથે રકમ જમા કરો છો અને તેના પર વ્યાજ મળે છે. આ સ્કીમની ખસિયત એ છે કે આ એક સરકારી યોજના છે એટલે તેમાં પૈસા ડૂબવાની શક્યતા નથી. હાલમાં પોસ્ટ ઓફિસ પાંચ વર્ષની ટર્મ ડિપોઝીટ 7.5 ટકાનું વાર્ષિક વ્યાજ આપવામાં આવે છે, જે બેંક દ્વારા આપવામાં આવતા વ્યાજ કરતાં વધારે છે.
ઉદાહરણ તરીકે પાંચ વર્ષ માટે પોસ્ટ ઓફિસ એફડીમાં પાંચ લાખ રૂપિયાનું એક સાથે રોકાણ કરો છો તો તેના પર 7.5 ટકાનું વાર્ષિક વ્યાદજ આપવામાં આવે છે એટલે આ રકમ પાંચ વર્ષ બાદ વધીને 7,24,974 રૂપિયા થઈ જશે. હવે તમે આ જ પૈસાને પાંચ વર્ષ માટે ફરીથી એ જ સ્કીમમાં રોકી દો અને આ રકમ વધીને 10,51,175 રૂપિયા થઈ જશે.
આપણ વાંચો: ગુજરાતમાં NRI ડિપોઝીટ સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં 1 લાખ કરોડ પાર, ગત વર્ષ કરતાં 14 ટકાનો વધારો
તમે એક જ વખત પાંચ લાખ રૂપિયાનું રોકાણ કરો છો અને 15 વર્ષ સુધી તેને હાથ પણ નહીં લગાડો ત્યાં સુધી 15 વર્ષ બાદ તે વધીને 15 લાખ રૂપિયાથી વધુનું વળતર મળશે. આનો અર્થ એ છે કે તમને સીધેસીધો 10 લાખ રૂપિયાનો નફો થઈ રહ્યો છે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.