પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોકાણ કરો અને 1 વર્ષમાં બનો લાખોપતિ!

આપણે ત્યાં લોકો ફ્યુચરને સિક્યોર કરવા માટે અલગ અલગ જગ્યાએ રોકાણ કરતાં હોય છે, પરંતુ ઘણી વખત આ રોકાણ માર્કેટ રિસ્ક કે પછી કોઈ કારણસર ડેડ થઈ જાય છે. આવી સ્થિતિમાં મહેનતના પૈસા ગુમાવવાનું ખૂબ જ દુઃખ થાય છે, ત્યારે અનેક લોકો ઈન્ડિયા પોસ્ટમાં રોકાણ કરવાનું વધારે સુરક્ષિત માને છે. પોસ્ટમાં મૂકેલાં પૈસા પર રિટર્ન ભલે થોડું ઓછું મળે પણ તમારી મૂડી સુરક્ષિત છે એની ખાતરી હોય છે. આજે અમે તમને પોસ્ટની એવી જ સ્કીમ વિશે જણાવીશું કે જેમાં પૈસા રોકીને તમે લાખોપતિ બની જશો….
ઈન્ડિયા પોસ્ટની અનેક એવી સેવિંગ સ્કીમ છે કે જેમાં રોકાણ કરવા પર સારું એવું વળતર મળે છે અને આવી સ્કીમમાં પૈસા રોકતાં તમે એક જ વર્ષમાં લખપતિ બની શકો છે. આજે આપણે આ સ્ટોરીમાં આવી જ એક સ્કીમ વિશે વાત કરીશું. અમે અહીં જે સ્કીમની વાત કરી રહ્યા છીએ એ છે સ્મોલ સેવિંગ સ્કીમ. આ સ્કીમમાં રોકાણ કરીને તમે લખપતિ બની શકો છો.
ઈન્ડિયા પોસ્ટમાં પીઓએમઆઈએસ સ્કીમ ચલાવવામાં આવે છે. જેમાં પૈસા જમા કરાવીને તમને સારું એવું વ્યાજ મળે છે. આ સ્કીમમાં 18 વર્ષથી ઉપરની કોઈ પણ વ્યક્તિ આ સ્કીમમાં પૈસા રોકી શકે છે. આ સ્કીમમાં જોઈન્ટ એકાઉન્ટ પણ ઓપન કરાવી શકાય છે. અહીંયા તમારી જાણ માટે કે પોસ્ટ ઓફિસની આ પીઓએમઆઈએસ સ્કીમમાં 7.5 ટકાના હિસાબે રોકાણકારને વ્યાજ ચૂકવવામાં આવે છે.
ઉદાહરણ આપીને સમજાવવાનું થાય તો જો તમે આ પીઓએમઆઈએસ સ્કીમમાં એક સાથે 9 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો એના પર તમને એક વર્ષમાં 1.11 લાખ રૂપિયાનું વ્યાજ ચૂકવવામાં આવે છે. એટલે તમારે 9 લાખ રૂપિયાના સીધા 10 લાખ રૂપિયા એક જ વર્ષમાં થઈ જાય છે. આ વ્યાજના પૈસા પણ જો તમે પોસ્ટમાં આરડી કે કોઈ બીજી સ્કીમમાં ઈન્વેસ્ટ કરી દો છો તો તમને એના પર પણ વ્યાજ કે ફાયદો મળી શકે છે.
છે ને એકદમ કામની માહિતી? આ કામની માહિતી તમારા મિત્ર કે પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમને પણ ઈન્ડિયા પોસ્ટમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરો. આવી જ બીજી કામની અને તમારા ફાયદાની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.
આપણ વાંચો: આ સમય છે સફળતા અને શાંતિનો પાવર ટાઈમ, જાણો શું કરવું જોઈએ?



