એક ગરીબ બાપનો રસ્તા પર રસોઈ બનાવવાનો સંઘર્ષ તમને રડાવી દેશેઃ જૂઓ વીડિયો…

થોડા સમય પહેલા એક અહેવાલ આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે દેશમાં ગરીબી રેખામાં રહેતા લોકોની સંખ્યામાં ઘટાડો આવ્યો છે. આ આંકડા માટે કેટલાય માપદંડો હોય છે અને તે પ્રમાણે અહેવાલો બનતા હોય છે, એટલે સરકારી આંકડા સાચા પણ હોઈ શકે.
પરંતુ રોજબરોજના જીવનમાં આપણે જે જોઈએ, અનુભવીએ છીએ તે જોતા ગરીબી અને બે ટંકનું ભોજન, રહેવા માટે છત અને સામાન્ય જીવનથી હજારો પરિવારો હજુ દૂર છે, તે વાત નકારી શકાય તેમ નથી. આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બે બાળકો અને તેના પિતાનો એક ટંકનું ભોજન બનાવવાનો જે સંઘર્ષ છે તે તમને વિચારતા કરી મૂકશે અને રડાવી પણ દેશે.
girijaprasaddubey નામના યુઝરે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં એક પિતા રસ્તા પર ઝાડ નીચે ચુલો સળગાવી રસોઈ કરવાની કોશિશ કરી રહ્યો છે. નસીબજોગે ત્યારે જ વરસાદ આવે છે. ચુલા પર તપેલું મૂક્યું છે ને વરસાદ પડે છે.
ભોજનને વરસાદથી બચાવવા બે નાનકડા છોકરા એક લાકડાનું પાટીયું તેના પર રાખી તેને ઢાંકી રહ્યા છે.
આ વીડિયો 9 કરોડ કરતા પણ વધારે લોકોએ જોયો છે. ઘણા કહી રહ્યા છે કે આપણી પાસે કેટલું છે તો કોઈ કહી રહ્યું છે કે ભગવાન તેમના બધા જ સપના પૂરા કરે.
જોકે આ અને આવા વીડિયો દેશમાં વધતી આર્થિક વિષમતા દર્શાવે છે. એક તરફ એક ચા કે કોફીના સેંકડો કે હજારો રૂપિયા ખર્ચાતા હોય અને બીજી બાજુ એક ટંકનો ખાડો પૂરવો પણ આટલો અઘરો હોય ત્યારે વ્યવસ્થાઓમાં રહેલી કચાશ નજરે ચડી જાય છે.
આ પણ વાંચો…પિતા માટે ઢાલ બની દીકરીઃ પિતાને ખતરાથી બચાવ્યા, વીડિયો જોઈ લો દિલ ખુશ થઈ જશે!