સ્પેશિયલ ફિચર્સ

દાડમનો જ્યુસ ઓર્ડર કરીને જેલના સળિયા પાછળ પહોંચી ગયો આ શખ્સ….

દુનિયામાં ઘણા લોકો છે કે જેમને હરવા-ફરવાનો શોખ હોય છે પણ આ બધામાં સૌથી મહત્ત્વનો મુદ્દો અને સમસ્યા આવે છે ભાષાની. આવી પરિસ્થિતિમાં ઘણી વખત એવું પણ બને છે કે ભાષાના અજ્ઞાનને કારણે લોકો મજાકના પાત્ર બની જાય છે. પરંતુ આજે આપણે અહીં વાત કરીશું એવી ઘટના વિશે કે જેમાં પોર્ટુગીઝી રાજધાની લિસ્બન ફરવા ગયેલાં એક વ્યક્તિને હોટેલમાં પોમોગ્રેનેડ જ્યુસ ઓર્ડર કરવાનું ભારે પડ્યું હતું અને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો હતો. અઝરબૈજાનના રહેવાસી અને પોર્ટુગીઝના રાજધાની લિસ્બન આવેલી એક વ્યક્તિ સાથે આવું બન્યું હતું. અજાણી ભાષાને કારણે આ વ્યક્તિ અજાણી ધરતી પર એવો ગંદી રીતે ભેરવાઈ ગઈ હતી કે પોલીસે આતંકવાદી સમજીને તેની ધરપકડ કરી હતી. વાત જાણે એમ છે કે આ વ્યક્તિ એક રેસ્ટોરાંમાં રોકાયો હતો અને તેને દાડમનું જ્યુસ ઓર્ડર કરવાનો હતો. પરંતુ તેનાથી એક એવી ભૂલ થઈ ગઈ કે જેને કારણે રેસ્ટોરાંવાળાએ સીધો પોલીસને ફોન કર્યો હતો અને પોલીસે પણ તેની ધરપકડ કરીને પુછપરછ શરૂ કરી દીધી હતી.

આ વ્યક્તિને રશિયન ભાષા જ આવતી હતી અને પોર્ટુગીઝ ભાષા ન આવડતી હોવાને કારણે તે એક લેન્ગ્વેજ એપની મદદ લઈ રહ્યો હતો. બસ અહીં એનાથી મોટી ભૂલ થઈ ગઈ હતી. આ વ્યક્તિએ દાડમનું જ્યુસ એટલે કે પોમોગ્રેનેડ જ્યુસ ઓર્ડર કરવાનો હતો અને પોમોગ્રેનેડ લખીને ઓર્ડર આપ્યો હતો. એપે આ શબ્દનો અલગ અર્થ કાઢ્યો હતો અને પોમોગ્રેનેડનું ગ્રેનેડ કરી નાખ્યું. આ વાતથી વ્યક્તિ અજાણ હતી. એપની આ ભૂલને વેઈટરે પણ નહીં સમજી અને તેને એવું લાગ્યું કે આ વ્યક્તિ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી છે.

બસ પછી તો શું રેસ્ટોરાંવાળાએ તરત જ પોલીસને આ ઘટનાની જાણ કરી દીધી. માહિતી મળતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ અને એ વ્યક્તિની ધરપકડ કરી હતી અને તેની રૂમની તલાશી અને પુછપરછ શરૂ કરી દીધી હતી. તપાસમાં એણે પોલીસને હકીકત જણાવી દીધી અને ત્યારે આખી વાત સ્પષ્ટ થઈ. ત્યાર બાદ પોલીસે એ વ્યક્તિને છોડી દીધી હતી. રિપોર્ટ્સ અનુસાર પોર્ટુગીઝ ભાષામાં દાડમ માટે રોમા અને ગ્રેનેડ માટે ગ્રેનાડા એવો શબ્દ છે. જ્યારે રશિયન ભાષામાં ગ્રેનેડ અને દાડમ માટે એક જ શબ્દનો ઉપયોગ થાય છે એ કારણસર આ બધી ગૂંચવણ ઉભી થઈ અને પેલા ભાઈ ભરાઈ ગયા ભાષાની આ માથાકૂટમાં….

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button