PM Narendra Modi જીના હાથમાં જોવા મળેલી આ ઘડિયાળ છે ખાસ, બ્રિટીશરો સાથે છે કનેક્શન…

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી જ્યાં પણ જાય ત્યાં પોતાના લૂકથી અને અનોખા અંદાજથી લોકોના દિલ જિતી લેતાં હોય છે. પીએમ મોદીજી હંમેશા જ કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહેતાં હોય છે, પરંતુ આ વખતે તેમની સાથે સાથે તેમણે પહેરેલી ખાસ ઘડિયાળ પણ લાઈમલાઈટમાં આવી ગઈ છે. આ ઘડિયાળની ખાસિયત વિશે વાત કરીએ તો આ ઘડિયાળમાં 1947નો એક રૂપિયાનો એક દુર્લભ સિક્કો જડવામાં આવ્યો છે. આ ઘડિયાળની કિંમત વિશે પણ ચર્ચા થઈ રહી છે, ચાલો તમને પીએમ મોદીજીની ઘડિયાળની ખાસિયત વિશે જણાવીએ…
પીએમ મોદીજીની ઘડિયાળની ખાસિયત વિશે વાત કરીએ એ પહેલાં તમને આ ઘડિયાળની કિંમત વિશે જણાવીએ. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર આ ઘડિયાળની કિંમત 55,000થી 60,000 રૂપિયાની વચ્ચે છે અને તે જયપુર વોચ કંપની દ્વારા બનાવવામાં આવી છે. આ ઘડિયાળનું નામ રોમન ટાઈગર છે અને ભારતની સ્વતંત્રતા અને મેક ઈન ઈન્ડિયા પહેલનું અનોખું પ્રતિક છે.

અહીંયા તમારી જાણ માટે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં બનાવવામાં આવેલા ઉત્પાદનોનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે. દેશવાસીઓને વોકલ ફોર લોકલને અપનાવવા માટે અપીલ પણ કરે છે. આત્મનિર્ભર ભારત માટે આ ખૂબ જ જરૂરી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાની એક આગવી વિશિષ્ટ શૈલી માટે જાણીતા છે અને તેમની ઘડિયાળ સ્ટાઈલ સ્ટેટમેન્ટનો એક ભાગ છે. પીએમ મોદીજીના પોશાખમાં પણ ભારતીયતાની ઝલક ડોકાતી હોય છે. હાલમાં જ પીએમ મોદીજીના હાથમાં એક અનોખી ઘડિયાળ જોવા મળી હતી અને ત્યારથી જ આ ઘડિયાળ લોકોમાં ચર્ચાનું કારણ બની ગઈ છે.
વાત કરીએ આ ઘડિયાળની ખાસિયત વિશે તો તેના ડાયલમાં દુર્લભ ગણાતો 1947નો એક રૂપિયાનો એક સિક્કો જડવામાં આવ્યો છે. જયપુર વોચ કંપની દ્વારા બનાવવામાં આવેલી 43 મિમી સ્ટેનલેસ સ્ટીલ ઘડિયાળ છે. જેમાં જાપાનીઝ મિયોટા મુવમેન્ટ છે. આ સિવાય આ ઘડિયાળ પર એક વાઘનો ફોટો પણ છે, જે મેક ઈન ઈન્ડિયાનો લોગો પણ છે. આ એક રૂપિયાનો સિક્કો બ્રિટીશ શાસન હેઠળ બનાવવામાં આવેલો છેલ્લો સિક્કો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘડિયાળ કેમ પસંદ કરી એની વાત કરીએ તો પીએમ મોદીજી દ્વારા મેક ઈન ઈન્ડિયાની પહેલને પ્રોત્સાહન આપવા માટે આ ઘડિયાળ પસંદ કરી હતી. આ પહેલાં અમિતાભ બચ્ચન અને એડ શિરન જેવા સેલિબ્રિટી પણ આ કંપની દ્વારા બનાવવામાં આવેલી ઘડિયાળો પહેલી ચૂક્યા છે. આ ઘડિયાળ માત્ર એક ઘડિયાળ જ નથી, પણ ભારતની સ્વતંત્રતાના ઈતિહાસ અને દેશની આત્મનિર્ભરતાની ભાવનાનું એક પ્રતિક પણ છે.
આ પણ વાંચો…PM Narendra Modiની બાયોપિકમાં આ એક્ટર નિભાવશે તેમનો રોલ, જાણી લો પૂરી ડિટેઈલ્સ…



