પર્સનલ લોન વારંવાર કેમ રિજેક્ટ થાય છે? આ 5 કારણો છે જવાબદાર…

Personal loan application: એક એવો સમય હતો જ્યારે લોકો બેંકમાં સરળતાથી લોન મળતી નહોતી. પરંતુ આજે લોકો મોટા તો ઠીક નાના ખર્ચા માટે પણ લોન લેવા માટે તૈયાર થઈ જાય છે. આજના સમયમાં પર્સનલ લોન લેવાનું ચલણ વધ્યું છે.
પરંતુ કેટલાક કારણોસર બેંક પર્સનલ લોનની અરજીને ફગાવી દે છે. ત્યારે પર્સનલ લોનની અરજી રદ થવા પાછળ કયા કારણો જવાબદાર છે? આવો જાણીએ.
CIBIL સ્કોર ઘટે નહીં તેનું ધ્યાન રાખો
કોઈપણ અરજી માટે પૂરતા દસ્તાવેજો હોવા જરૂરી છે. બેંકમાં લોનની અરજી માટે પણ આ જ વાત લાગુ પડે છે. અધૂરા અથવા ખોટી માહિતીવાળા દસ્તાવેજવાળી અરજીને બેંક તરત ફગાવી શકે છે. પર્સનલ લોનની અરજી માટે સેલરી સ્લિપ, પાન કાર્ડ, આધાર કાર્ડ, એડ્રેસ પ્રુફ, જોબ વેરિફિકેશન જેવા દસ્તાવેજો મહત્ત્વના હોય છે.
આ દસ્તાવેજોમાં કોઈ ભૂલ ન હોય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. કેટલાક લોકો એક સાથે અનેક બેંકોમાં પર્સનલ લોન માટે અરજી કરતા હોય છે. આનાથી એવું સાબિત થાય છે કે, તમે નાણાકીય રીતે મજબૂત નથી. તમારી અરજીને લઈને બેંક CIBIL સ્કોર ચેક કરે છે. આવા સંજોગોમાં તમારા CIBIL સ્કોરમાં ઘટાડો જોવા મળે છે. જે અરજી રિજેક્ટ થવાનું કારણ બની શકે છે.
CIBIL સ્કોરએ તમારી નાણાકીય પરિસ્થિતિનું રિપોર્ટ કાર્ડ છે. જો તમારો CIBIL સ્કોર 700થી ઓછો હોય છે, તો બેંક તમને એક જોખમથી ભરેલા ગ્રાહક સમજે છે. તેનું એક મુખ્ય કારણ સમયસર EMI અથવા ક્રેડિટ કાર્ડના બિલ ન ભરવા હોય છે. જૂની લોનમાં ડિફોલ્ટ થવું, ક્રેડિટ કાર્ડની તમામ લિમિટનો ઉપયોગ કરવો જેવી ટેવો પણ તમારા CIBIL સ્કોરને ડાઉન કરે છે.
તમારી આવક સ્થિર રાખવાનો પ્રયત્ન કરો
બેંક એ જોવા માંગે છે કે, તમારી આવક સ્થિર રહે. જો તમે વારંવાર ઓછા સમયમાં નોકરી બદલતા રહેશો, તો એ તમારી આવકની સ્થિરતા પર સવાલ ઉઠાવશે. મોટાભાગના લોનદાતાઓ એવી લોકોને પ્રાથમિકતા આપે છે, જેઓ ઓછામાં ઓછા 1 વર્ષથી વર્તમાન કંપનીમાં કામ કરી રહ્યા હોય. જો તમે એક જ ક્ષેત્રમાં લાંબા સમય સુધી કામ કરો છો, તો તમારી વિશ્વસનીયતા વધી જાય છે.
અગાઉ લીધેલી લોન પણ પર્સનલ લોનની અરજી રદ થવાનું કારણ બની શકે છે. જો તમારી આવકનો 40થી 50 ટકા સુધીનો ભાગ EMI અથવા બિલ ભરવામાં જાય છે. તો નવી લોન ભરવાની સંભાવના ઘટી જાય છે.
પછી ભલે તમારો પગાર સારો કેમ ન હોય. આ સિવાય જો તમે તમારી આવક કરતા વધારે રૂપિયાની લોન માંગો તો પણ તમારી અરજી રદ થઈ શકે છે. જો તમારો પગાર રૂ. 50,000 હોય અને તમે રૂ. 10000ની લોન લઈ રહ્યા છો. તો આગામી સમયમાં બેંક તમને રૂ. 20000ની લોન પણ આપી શકે છે.
આ પણ વાંચો…શું પર્સનલ લોનથી ક્રેડિટ સ્કોર ઘટી જાય છે? જાણો આવી 6 ગેરમાન્યતાઓનું સત્ય