જીવન જીવવા મહિને કેટલા રૂપિયા જોઈએઃ પેટીએમ સીઈઓના જવાબ સાથે તમે સહમત છો? | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

જીવન જીવવા મહિને કેટલા રૂપિયા જોઈએઃ પેટીએમ સીઈઓના જવાબ સાથે તમે સહમત છો?

જીવન જીવવા માટે કેટલા રૂપિયા જોઈએ તે સવાલનો ક્યારેય એક જવાબ નહીં મળે. માણસે માણસે, શહેરે શહેરે આ જવાબ અલગ હશે. ભારતમાં આર્થિક વિષમતા એટલી બધી છે કે એક પરિવાર માટે મહિને લાખ દોઢ લાખ રૂપિયાનો ખર્ચ સામાન્ય છે ત્યારે એવા હજારો પરિવારો છે જે મહિને રૂ. 8,000 કે 10,000 ખર્ચવા મળે તો પણ ખુશ થઈ જાય છે. રોટી, કપડા ઔર મકાન જેવી સામન્ય જરૂરિયાતો પણ લોકો પોતાના સ્ટેટ્સ અને આવક પ્રમાણે પૂરી કરે છે.

મોટા બ્રાન્ડેડ શૉ રૂમમાં 20,000-30,000નો એક શર્ટ કે કુર્તી લેનારો વર્ગ આ દેશમાં છે અને મહિને 20,000ના પગારમાં બે ટંક ખાવાનું, બાળકોનું ભણતર અને દવાદારૂનો ખર્ચ કરી જીવે છે. આથી એક મહિનાનો કેટલો ખર્ચ તે સવાલનો જવાબ તમને અમદાવાદની ગલીએ ગલીએ અલગ અલગ મળશે.

આપણ વાંચો: જીવવા માટે નહિ, જિવાડવા માટે જ જિંદગી જીવો, જીવનપથને અજવાળી શકે નહિ તે ધર્મ નથી

આવો જ સવાલ PayTMના સીઈઓ વિજય શેખર શર્માને જ્યારે પૂછવામાં આવ્યો ત્યારે તેમના જવાબે ઘણાને અચરજમાં મૂક્યા તો ઘણાને તેમની વાત યોગ્ય લાગી. કપિલ શર્માના શૉમાં વિજય શેખર ઉપરાંત બોટ કંપનીના અમન વર્મા, મામા અર્થની ગઝલ અલધ અને ઓયો (Oyo) ના રિતેશ અગ્રવાલ આવ્યા હતા. આ બધા કરોડોમાં રમતા ભારતીયો છે.

કપિલ શર્માએ વિજય શેખરને પૂછ્યું કે સર જીવન જીવવા કેટલા રૂપિયાની જરૂર પડે ત્યારે વિજયે કહ્યું કે જેટલો તમારે ખાવા-પીવા અને કપડા વગેરેમાં જોઈએ. વધીને એકાદ બે લાખ એના કરતી જિંદગીની વધુ જરૂરત નથી. કપિલે તેમને કહ્યું કે તો પછી આટલા કાઢીને તમારા બધા પૈસા મને આપી દો, જે વાતે બધાને હસાવ્યા.

તેમના જવાબે સોશિયલ મીડિયામાં ચર્ચાનો માહોલ ઊભો કર્યો. ઘણાએ લખ્યું કે સર દેશના લાખો લોકો મહિનો 10,000-12,000માં કાઢી નાખે છે. જોકે દેશમાં એવો એક વર્ગ પણ છે

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button