દિવાળી બોનસ કાયદાકીય અધિકાર છે, જાણો ‘પેમેન્ટ ઑફ બોનસ એક્ટ 1965’ના નિયમો…

દશેરા-દિવાળી આવે એટલે નોકરી કરી રહેલાં લોકો કાગડોળે બોનસની રાહ જુએ છે, પણ અનેક વખત આ બોનસ ઈચ્છા પ્રમાણેનું ના હોય તો થોડી નિરાશા થાય એ સ્વાભાવિક છે.
કેટલીક જગ્યાએ જગ્યાએ તો કર્મચારીઓને આખું વર્ષ કમરતોડ મહેનત કર્યા બાદ પણ બોનસ નથી આપવામાં આવતું, પરંતુ શું તમને ખબર છે કે કર્મચારીઓને પેમેન્ટ ઓફ બોનસ એક્ટ હેઠળ કર્મચારીઓને બોનસ આપવામાં આવે છે? કર્મચારીઓને ઓછામાં ઓછું કેટલું બોનસ મળવું જોઈએ? ચાલો આજે તમને આ વિશે જણાવીએ-
આપણ વાંચો: ગુજરાત સરકારના વર્ગ-૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, જાણો કેટલા હજાર બોનસ કર્યું જાહેર…
દિવાળી સમયે પ્રાઈવેટ કે સરકારી ઓફિસમાં કર્મચારીઓને દિવાળી પર બોનસ આપવાની પરંપરા છે. તહેવારના દિવસોમાં ખર્ચ ખૂબ જ વધી જાય છે અને આવી સ્થિતિમાં સરકારની એવી ગણતરી હોય છે કે કર્મચારીઓનો આ બોજો હળવો કરવો અને ત્યારથી જ બોનસ આપવાની શરૂઆત કરવામાં આવી.
મળતી મહિતી અનુસાર 1940માં બ્રિટીશ શાસનકાળમાં ભારતમાં દિવાળીમાં બોનસ આપવાની પરંપરા શરૂ થઈ. 1965માં પેમેન્ટ ઓફ બોનસ એક્ટ પસાર કરવામાં આવ્યો. ત્યાર બાગ બોનસ કાયદાકીય અધિકાર બની ગયો અને ભારતમાં આજે પણ આ પ્રથા ચાલી આવી છે.
પેમેન્ટ ઓફ બોનસ એક્ટ હેઠળ કંપનીઓને કર્મચારીઓના પગારના ઓછામાં ઓછું 8.33 ટકા બોનસ તરીકે આપવું ફરજિયાત છે. પેમેન્ટ ઓફ બોનસ એક્ટ 1965 ભારતનો એક મહત્ત્વનો શ્રમ કાયદો છે, જે કંપનીના નફામાં કર્મચારીઓને ભાગીદારી સુનિશ્ચિત કરે છે.
આપણ વાંચો: લાખો રેલ્વે કર્મચારીઓની દિવાળી સુધરી! કેન્દ્ર સરકારે આટલા કરોડની બોનસ રકમ મંજુર કરી
આનો મૂળ હેતુ કર્મચારીઓને પ્રોત્સાહન આપવાનો અને તેમની સખત મહેનતનું વળતર આપવાનો છે. આ કાયદો પ્રોફિટ અને પ્રોડક્ટિવિટીના આધારે બોનસ આપવા માટેના નિયમ નિર્ધારિત કરે છે.
પેમેન્ટ ઓફ બોનસ એક્ટ 1965 એ તમામ કર્મચારીઓ અને કંપનીઓ પર લાગુ થાય છે જ્યાં 20 કે એનાથી વધારે કર્મચારીઓ કામ કરે છે. એક વખત જો કોઈ કંપની આ અધિનિયમ હેઠળ આવી જાય તો પછી એ કંપનીમાં એનાથી ઓછા માણસો હોય તો પણ એ નિયમ લાગુ પડે છે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે આ માહિતી શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.