નાણાકીય તંગી દૂર કરશે પારિજાતના ફૂલોનો આ ઉપાય, ઘરમાં વધારશે સુખ-સમૃદ્ધિ...
સ્પેશિયલ ફિચર્સ

નાણાકીય તંગી દૂર કરશે પારિજાતના ફૂલોનો આ ઉપાય, ઘરમાં વધારશે સુખ-સમૃદ્ધિ…

Parijat flowers Vastu Tips: પરિજાતના ફૂલો દેખાવે ખૂબ સુંદર હોય છે. હરસિંગર તરીકે પણ ઓળખાતા આ ફૂલો મોડી સાંજે ખીલીને પોતાની મનમોહક સુગંધથી વાતાવરણને સુખદ અને સકારાત્મક બનાવે છે.

આ ફૂલોનું આયુર્વેદ અને જ્યોતિષશાસ્ત્રમાં પણ તેનું વિશેષ મહત્વ છે. પારિજાતના ફૂલો વડે કેટલાક ઉપાયો કરીને જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર કરવાની સાથોસાથ કારકિર્દીમાં પ્રગતિ અને ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે.

નોકરીમાં પ્રમોશન અને બિઝનેસમાં મળશે સફળતા
જો તમે નોકરીમાં પ્રગતિ કે પ્રમોશન ઇચ્છતા હો, તો ગુરુવારે ભગવાન વિષ્ણુને પારિજાતના ફૂલો અર્પણ કરો અને ‘ॐ नमो भगवते वासुदेवाय’ મંત્રનો 108 વાર જાપ કરો. આ ઉપાય કરવાથી તમને કારકિર્દીમાં સફળતા મળે છે અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે છે.

આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવા માટે બુધવારે વહેલી સવારે સ્નાન કરીને ગણેશજી અને માતા લક્ષ્મીની પૂજા કરો. આ પૂજામાં તાજા પારિજાતના ફૂલો અર્પણ કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને ઘરમાં આર્થિક સ્થિતિ સુધરે છે. આ ઉપાયથી ઘરમાં સુખ અને સમૃદ્ધિનું આગમન થાય છે.

આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવા માટે બુધવારે વહેલી સવારે સ્નાન કરીને ગણેશજી અને માતા લક્ષ્મીની પૂજા કરો. આ પૂજામાં તાજા પારિજાતના ફૂલો અર્પણ કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને ઘરમાં આર્થિક સ્થિતિ સુધરે છે. આ ઉપાયથી ઘરમાં સુખ અને સમૃદ્ધિનું આગમન થાય છે.

લગ્નજીવનમાં સુખ માટે ઉપાયો
વાસ્તુશાસ્ત્ર મુજબ, ઘરમાં પારિજાતનો છોડ રાખવો ખૂબ જ શુભ ગણાય છે. જો તમે ગુરુવાર કે શુક્રવારે આ છોડને ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં રાખો તો ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે અને નકારાત્મકતા દૂર થાય છે. આનાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે અને પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ વધે છે.

જો તમારા લગ્નજીવનમાં સમસ્યાઓ હોય અથવા નાની-નાની વાતો પર જીવનસાથી સાથે ઝઘડા થતા હોય, તો રાત્રે સૂતી વખતે તાજા પારિજાતના ફૂલોને તમારા ઓશિકા નીચે રાખો. નિયમિતપણે આ ફૂલો બદલતા રહેવાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે અને સંબંધોમાં મધુરતા આવે છે.

ગુરુવાર કે શુક્રવારે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરો. પૂજામાં પારિજાતના ફૂલો અર્પણ કર્યા પછી, આરતી કરો અને પછી તે ફૂલોને લાલ કે પીળા કપડામાં બાંધીને તમારા ધન રાખવાના સ્થાન, જેમ કે તિજોરી કે લોકરમાં, અથવા તમારા કાર્યસ્થળ પર રાખો. આ ઉપાય કરવાથી વ્યવસાયમાં પ્રગતિ થાય છે અને કામમાં આવતી અડચણો દૂર થાય છે.

(ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપેલ માહિતી પૌરાણિક કથાઓ અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. મુંબઈ સમાચાર તેની પુષ્ટી કરતું નથી.)

આ પણ વાંચો…ઘરમાં પહેલીવાર લાવી રહ્યા છો ગણેશજીને, તો અમુક વાતો ચોકક્સ ધ્યાનમાં રાખજો…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button