સ્પેશિયલ ફિચર્સ

પેન-આધાર કાર્ડ લિંકની ડેડલાઈન પૂરી! તમારું પાન કાર્ડ બંધ થઈ ગયું છે કે ચાલુ? ઘરે બેઠા આ રીતે મિનિટોમાં કરો ચેક

2026નું નવું વર્ષ શરૂ થઈ ગયું છે અને એની સાથે જ કરોડો પેન કાર્ડ યુઝર્સ ચિંતામાં મુકાઈ ગયા છે. આવું થવાનું મુખ્ય કારણ એટલે પેન કાર્ડ અને આધાર કાર્ડનું લિંક ના હોવું. પેન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવા માટે સરકાર દ્વારા 31મી ડિસેમ્બર સુધીની મુદ્દત આપવામાં આવી હતી.

આજે બીજી જાન્યુઆકી થઈ ગઈ અને સરકાર દ્વારા હજી સુધી આ મુદ્દત લંબાવવા અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં તમારું પેન કાર્ડ એક્ટિવ છે કે નહીં એ જાણી લેવું જરૂરી છે.

જો તમે પણ હજી સુધી પેન કાર્ડ અને આધાર કાર્ડ લિંક નથી કર્યું તો પૂરેપૂરી શક્યતા છે કે તમારું પેન કાર્ડ ઈનઓપરેટિવ થઈ ગયું હશે. જોકે, તમારે બિલકુલ ગભરાવાની જરૂર નથી. તમે ઘરે બેસીને જ તમારું પેન કાર્ડ એક્ટિવ છે ડિએક્ટિવેટ થઈ ગયું છે જાણી શકો છો.

ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર જો નિર્ધારિત સમય મર્યાદામાં પેન કાર્ડને આધાર સાથે લિંક કરવામાં ન આવે, તો તે કાર્ડ કામ કરતું બંધ થઈ જાય છે. 31મી ડિસેમ્બરની ડેડલાઈન તો વીતી ગઈ છે ત્યારે તમારે પણ તમારું પેન કાર્ડનું સ્ટેટ્સ ચેક કરી લેવું ખૂબ જ જરૂરી છે.

આપણ વાચો: હજી પેન કાર્ડ અને આધાર કાર્ડ સંબંધિત આ મહત્ત્વનું કામ નથી કર્યું તો છેલ્લી વોર્નિંગ છે, નહીંતર પસ્તાશો…

પેન કાર્ડ ઈનએક્ટિવ થવાથી તમારા કયા કામ અટકી પડશે?

પેન કાર્ડનું સ્ટેટસ કઈ રીતે ચેક કરવું એ જાણવા પહેલાં એ જાણી લઈએ કે તમારું પેન કાર્ડ ઈનએક્ટિવ થઈ જશે તો તમારા કયા કયા કામ અટકી પડશે-

⦁ ટેક્સ રિફંડ: તમે ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ નહીં કરી શકો અને અટકી પડેલું ટેક્સ રિફંડ પણ નહીં મળે.
⦁ બેંકિંગ સેવાઓ: નવું બેંક એકાઉન્ટ કે ડીમેટ એકાઉન્ટ ખોલવામાં મુશ્કેલી આવશે.
⦁ મોટા વ્યવહારો: મોટી રકમની ખરીદી કે રોકાણમાં પેન કામ નહીં લાગે.
⦁ ક્રેડિટ/ડેબિટ કાર્ડ: કાર્ડ સંબંધિત અનેક કાર્યો અટકી શકે છે.
⦁ રોકડ વ્યવહાર: બેંક કે પોસ્ટ ઓફિસમાં રોકડ જમા કરાવવી કે ડ્રાફ્ટ બનાવવો મુશ્કેલ બનશે.
⦁ સરકારી સેવાઓ: પાસપોર્ટ કઢાવવા કે સબસિડી મેળવવામાં પણ તમને મુશ્કેલીનો સામનો કરવો પડશે

પેન કાર્ડ ઈનએક્ટિવ તો નથી થયું ને કઈ રીતે ચેક કરશો?

  1. પેન કાર્ડનું સ્ટેટસ જાણવા માટે તમારે અહીં નીચે જણાવવામાં આવેલા સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરવા પડશે.
  2. સૌથી પહેલાં તો ઈન્કમ ટેક્સની સત્તાવાર વેબસાઇટ incometax.gov.in પર જવું પડશે.
  3. હવે પર ‘Quick Links’ સેક્શનમાં જાઓ અને ત્યાં ‘Verify Your PAN’ ના વિકલ્પ પર ક્લિક કરો.
  4. હવે એક નવું પેજ ખુલશે, જેમાં તમારે તમારો PAN નંબર, પૂરું નામ, જન્મ તારીખ અને મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે.
  5. તમામ ડિટેઈલ્સ ફિલ કર્યા પછી ‘Continue’ પર ક્લિક કરો.
  6. હવે તમારા મોબાઈલ પર એક OTP આવશે, તેને દાખલ કરીને ‘Validate’ પર ક્લિક કરો.
  7. તરત જ સ્ક્રીન પર સ્ટેટસ દેખાશે. જો ત્યાં “PAN is Active and details are as per PAN” લખેલું આવે, તો સમજવું કે તમારું કાર્ડ એક્ટિવ છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button