સ્પેશિયલ ફિચર્સ

તમારા પાર્ટનરના હાથની આ રેખા પરથી જાણો કે લગ્ન બાદ પણ તેમના અફેયર્સ હશે કે નહીં?

જ્યોતિષશાસ્ત્રની જેમ જ હસ્તરેખા શાસ્ત્રમાં પણ વ્યક્તિની હાથની રેખા પરથી વ્યક્તિના જીવનની અનેક મહત્ત્વની વાતો વિશે જાણી શકાય છે. હાથની દરેક રેખાનું એક આગવું મહત્ત્વ હોય છે અને આ રેખા પરથી જે તે વ્યક્તિના અંગત જીવન વિશે જાણી શકાય છે. આજે આપણે અહીં આવી જ એક રેખા વિશે વાત કરીશું, જે રેખા વ્યક્તિના લગ્ન બાદ અફેયર્સ અને બીજા લગ્ન વિશેનો ખુલાસો કરે છે. ચાલો જોઈએ કઈ છે આ રેખા…

અહીં આપણે જે રેખા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ એ રેખા વ્યક્તિના પ્રેમ, વૈવાહિક સંબંધો વિશે જણાવતી વિવાહ રેખા છે. આ વિવાહ રેખા ટચલી આંગળીની નીચે હૃદય રેખાની ઉપર બને છે. આ રેખા એક પણ હોઈ શકે છે અને એક કરતાં વધારે પણ હોઈ શકે છે. આ રેખાની બનાવટ પરથી જ વ્યક્તિના બીજા વિવાહના યોગ, લગ્ન બાદ અફેયર્સ, વિવાહ પહેલાંના અફેયર્સ વિશે જાણી શકાય છે.

જો તમારા હાથમાં પણ એકથી વધારે વિવાહ રેખાઓ જોવા મળે છે તો તમારા પણ એક કરતાં વધારે લગ્નથવાની શક્યતા છે. જોકે, આ શક્યતા ત્યારે વધારે ગાઢ થઈ જાય છે જ્યારે બંને રેખાઓ એક જેવી જ હોય. જો એક વિવાહ રેખા એકદમ જાડી છે અને બીજી રેખા અસ્પષ્ટ અને આછી હોય તો તમે કોઈ બીજા પાત્ર તરફ આકર્ષિત થઈ શકો છો, પણ વિવાહના યોગ નથી બની રહ્યા.

જો કોઈ વ્યક્તિના હાથમાં 2,3 કે 4 વિવાહ રેખા છે તો એના બે અર્થ થાય છે. પહેલો અર્થ એટલે જે તે વ્યક્તિના લગ્ન પહેલાં અને પછી પણ એકથી વધારે સંબંધો હોઈ શકે છે. રેખાઓ જેટલી ગાઢ હોય સંભાવનાઓ એટલી વધારે રહેશે. આવા લોકો દિલફેંક હોય છે અને ખૂબ જ સરળતાથી કોઈ પ્રત્યે પણ આકર્ષિત થઈ શકે છે.

આ ઉપરાંત જો તમારે હાથમાં એક વિવાહ રેખા સાફ અને સ્પષ્ટ છે, જ્યારે બાકીની રેખાઓ ધૂંધળી છે તો એનો અર્થ એવો થાય છે તમે તમારા જીવનસાથી સિવાય કોઈ બીજા પાત્ર પ્રત્યે પ્રેમ મહેસૂસ કરશો, પણ તેનું કોઈ પરિણામ નહીં હાંસિલ થાય.

આ પણ વાંચો…હસ્તરેખા વાંચવાનો, બદલવાનો રસ્તો મનમંદિરમાં તો માયા જ માયા

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button