ધર્મતેજ

હસ્તરેખા વાંચવાનો, બદલવાનો રસ્તો મનમંદિરમાં તો માયા જ માયા

આચમન -અનવર વલિયાણી

મેં જ્યોતિષના બદલે અંત:કરણને મારી હસ્તરેખામાં શું શું લખેલું છે તે પૂછ્યું:
તેણે કહ્યું, આજે પહેલી વખત તું તારી હસ્તરેખા દેખાડવા

  • કલર ક્ધસલ્ટન્ટ,
  • સ્ટોન ક્ધસલ્ટન્ટ અને
  • બંગાળી બાબાના બદલે મારી પાસે આવ્યો છે.
  • મારી પાસે તારા માનસિક પેથોલૉજિક રિપોર્ટ આપવા સિવાય શું હોય? અને રિપોર્ટ વાંચી તને પોતાને તારી બીમારીઓ, ભવિષ્ય, આવનારાં પરિણામોની કલ્પના આવી જશે. પરેજીનો અમલ કરવો કે ન કરવો તે તારા જ હાથમાં છે અને આ બીમારી કલર કે સ્ટોન કે તાવીજ-દોરાધાગાથી તો દૂર થાય તેમ નથી એમ મારી સલાહ છે.
  • શારીરિક ફિટનેસની બાબતમાં-અંત:કરણે
    કહ્યું કે,
  • હમણાં સુધીના ભૂતકાળ દરમિયાન જે કંઈ પણ તારી ખાવા-પીવાની, કસરતની, શારીરિક જ્ઞાનની જાણકારી, વ્યસન વગેરેની આદત-ટેવો, બીમારીઓ, તેનો સરવાળો અને બાદબાકી કર્યા બાદનો જવાબ, તેની અસર, અંગત જીવન, કૌટુંબિક જીવન, કારકિર્દી તથા આવનારી પેઢીના જીવન પર પણ દેખાશે.
  • આર્થિક-ફાઈનાન્સ બાબતમાં પણ તે બાબતોનું શિક્ષણ-કેલીબર શક્તિ, સ્વભાવ, વાંચનની આદત-ટેવ, તત્પરતા, ઓળખાણ, બચતની આદત, પ્રવાસ, અવલોકનો, જાગૃતિ, આળસ, વ્યસન, વાતચીતની કળા, બજારમાં, વેપાર-વ્યવસાય, નોકરી-ધંધામાં તારી છાપ-ઈમેજની અસરો દેખાશે.

અંત:કરણ વધુને વધુ જાગૃત થતું જતું હતું. તેણે કહ્યું,

  • તે ઉપરાંત પણ તારા જીવનમાં
  • કુટુમ્બ-પરિવારને કેવી રીતે સંભાળે છે-વર્તે છે
  • સંપર્કમાં આવનારા અદના-આલા સાથે સંબંધો કેવા જાળવે છે,
  • મિત્રોનું સર્કલ કેવા લોકો સાથેનું છે, તેઓની માન્યતા, શોખ, શિક્ષણ અને સંસ્કાર, તેની અસરો ઉપરાંત,
  • પ્રત્યેક નિર્ણય લેતી વખતે, પ્રત્યેક પગલે, ઈશ્ર્વરને,
    અંત:કરણને, તેના અવાજને, * કઈ રીતે અને કેટલી શ્રદ્ધા-વિશ્ર્વાસ સાથે સાંભળી, તેના પર અમલ કર્યો અને જો નથી કર્યો તો જે પરિસ્થિતિ આજ સુધીની છે તે જેમની તેમજ રહેવાની છે. કોઈ સુધારો થશે નહીં પરંતુ તેમાં બગાળો વધુને વધુ પ્રમાણમાં થતો જશે.
  • હા, એક વાત દીવા જેવી સ્પષ્ટ છે કે જો તું તારા
  • વર્તન, વિચાર, અમલ અર્થાત્, – વ્યવહાર,
  • આચરણ તેમજ
  • કાર્યમાં સચ્ચાઈ લાવી શકીશ તો જ ભવિષ્ય બદલશે.
  • મારા અંત:કરણે મને ઢંઢોળી નાખ્યો હતો. તેણે હજુ વધુ સ્પષ્ટ ખુલાસો કરતા કહ્યું કે,
    ૧- માનસિક સ્વસ્થતા,
    ૨- શારીરિક સ્વાસ્થ્ય,
    ૩- આર્થિક પરિસ્થિતિ
    ૪- કુટુમ્બ-પરિવાર, મિત્રો અને
    ૫- આસ્થા-વિશ્ર્વાસ…!
  • જો આ પાંચ સ્થંભોમાંથી એક પણ નબળો
    હશે તો જીવનરૂપી ઈમારત પડી ભાંગવાની શક્યતા વધી જશે.
  • બાકી બીજા રસ્તા તો રસ્તો દેખાડનારનું ભલું કરનારા છે.
  • મન મંદિરમાં તો માયા જ માયા છે સિવાય કે,
    તારી હાલતનો તને જો ગમ નથી,
    એક પથ્થર છે તું એથી કમ નથી.
    ખુદની હાલત જે નથી પલટાવતા,
    કોઈ પણ તેનો ઈશ્ર્વરના સમ નથી.
    ફૂલ જો વાવો તો ઉપવનમાં ફરો,
    શાંતિ જો સ્થાપો તો શાંતિથી મરો.
    વિશ્ર્વવ્યાપી છે નિયમ આ કર્મનો,
    કે ‘અનવર’ જેવું કરો તેવું ભરો.
    સનાતન સત્ય: કાર્યનું પરિણામ સલાહ ન લેવાના લીધે ઈચ્છિત આવે નહીં ત્યારે એવું બોલવું વ્યર્થ છે કે,
  • જેવી ઈશ્ર્વરની ઈચ્છા!
  • આપણું તો ભાગ્ય જ ખરાબ છે…!
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો…