Katrina Kaif ની જેમ ઘરના પડદા પહેરીને ઈવેન્ટ પર પહોંચી આ સ્ટારકિડ્સ, લૂક જોઈને પહોળી થઈ જશે આંખો…
બોલીવૂડ અને ટીવી એક્ટ્રેસની જેમ જ તેમના સંતાનો પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહીને લાઈમલાઈટમાં રહેવાનું ખૂબ જ પસંદ કરે છે. આવી જ એક સૌથી વધુ ટોક ઓફ ધ ટાઉન બનતી સ્ટાર કિડ એટલે પલક તિવારી (Palak Tiwari). પલક તિવારી સતત કોઈને કોઈ કારણે લાઈમલાઈટ રહે છે અને તેની ફેશન સેન્સથી ફેન્સનું દિલ જીતી લે છે. હાલમાં સોશિયલ મીડિયા પર પલકના એવા ફોટો વાઈરલ થઈ રહ્યા છે કે જેણે કેટરિના કૈફને પણ પાછળ છોડી દીધી હતી.
આ પણ વાંચો : Good News: આખરે Bachchan Family સાથે દેખાઈ Aishwarya Rai-Bachchan અને…
પલક તિવારી હાલમાં જ એક ઈવેન્ટમાં હાજરી આપવા પહોંચી હતી, જ્યાં તેણે સાટિન સિલ્કનો પિંક કલરનો ગાઉન પહેર્યો હતો. આ ગાઉનમાં પલક એકદમ પિંક ડોલ જેવી લાગી રહી છે, પરંતુ અમુક ફેન્સને તેનો આ લૂક ખાસ કંઈ પસંદ નથી આવ્યો અને લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.
વાત કરીએ પલક તિવારીનો આ ગુલાબી ગાઉનવાળો લૂક ખૂબ જ ચર્ચામાં છે. સાટિન સિલ્કના ટ્યૂબ ગાઉનમાં પલકે કેટરિના કૈફની શીલા કી જવાનીવાલા લૂકની યાદ આપી હતી. ફેન્સના દજણાવ્યા અનુસાર પલક પણ ઘરની ચાદર કે પડદો પહેરીને જ ઈવેન્ટમાં પહોંચી ગઈ હતી. ખૂબ જ ક્યૂટ ફ્લોઈ લૂકવાળા ગાઉનમાં પલક સુંદર દેખાઈ રહી હતી, પરંતુ એક વાત તો છે કે આ ડ્રેસની સ્ટાઈલિંગ થોડી વધારે સારી કરી શકાઈ હોત. તમને પણ પહેલી નજરે તો પલકના આ લૂકને જોઈને ઘરના ચાદર કે પડદાની જ યાદ આવી ગઈ હશે.
પલકના ગાઉનનો બસ્ટ એરિયા ખૂબ જ વિચિત્ર લાગી રહ્યો હતો. સ્ટ્રેપલેસ ટ્યુબ ગાઉનની નેકલાઈન થોડી વધારે સારી રીતે બનાવી શકાઈ હોત, આ સિવાય ગાઉન પર અનેક કરચલીઓ પણ જોવા મળી હતી. ફ્લોરલેન્થવાળા આ ગાઉન લૂકમાં એક જ બાબત સારી કહી શકાય એવી હતી અને એ એટલે પલકનો ચેન ડાયમંડ નેકપીસ જે બેકસાઈડ બોથી જોડાયેલો હતો.
આ પણ વાંચો : Mufasa The Lion King review: 90ની હિન્દી ફિલ્મોની યાદ અપવાશે આ લૉસ્ટ એન્ડ ફાઉન્ડની સ્ટોરી
પલકના ગાઉનની બેકલેસ ડિઝાઈન પણ ફેન્સને ઈમ્પ્રેસ કરવામાં નિષ્ફળ રહી હતી. ગાઉનની બેક એક નાના બોની સાથે બ્રાના પીછળના સ્ટ્રેપ જેવી લાગી રહી હતી, જેની જગ્યાએ નેક એક્સેસરીઝ જેવી ચેન કે ડોરી હોત તો બાત બન ગઈ હોત.