દિવાળીમાં ઘરને રંગવા માટે અપનાવો હટકે ‘ટ્રિક્સ’, થાક નહીં લાગે અને સમય પણ બચશે!

ગુજરાત સહિત ભારતનો સૌથી મોટો તહેવાર દિવાળીને ગણતરીના દિવસો બાકી છે. આ તહેવાર ધનતેરસથી લઈ ભાઈબીજ સુધી પાંચ દિવસનો છે. આ તહેવારને લઈ લોકો ધરની સાજ સજાવટ કરતા હોય છે. ઘરને ચકચકિત બનાવવા માટે અવનવા રંગોથી પણ રંગવામાં આવે છે, પરંતુ તેમાં ક્યારેક વધારે સમય પણ પૂરો થતો હોય અથવા થાક પણ લાગે છે. આટલું બધું વિચારીને લોકો કલર કામ કરવાનું માંડી વાળતા હોય છે, પણ હિંમત હારતા નહીં, ચાલો જણાવીએ શોર્ટ કટ અને એવી ટ્રિક જેનાથી તમારું ઘર દીપી ઊઠશે.
જો તમે પણ વિચારતા હો કે એક દિવસમાં આટલું કામ કેવી રીતે શક્ય બનશે, તો ચિંતા કરવાની જરૂર નથી. સામાન્ય રીતે લોકો જે પરંપરાગત પેઇન્ટ જે ધીમે ધીમે સુકાય, તેને આપણે છોડી દેવો જોઈએ. નવી ટેકનિક અને ઝડપી પેઈન્ટના ઉપાયોથી તમારું કામ સરળ બનશે.

નવી પેઈન્ટની પસંદગી
જૂના પેઇન્ટની જગ્યાએ ઓછી VOC ધરાવતા અને ઓછી ગંધવાળા પેઇન્ટનો ઉપયોગ કરવો જોઈએ, જે તમારા આરોગ્ય માટે પણ સારો રહે છે. આ રંગથી ઘરમાં રંગવાનું કામ પણ ઝડપથી પૂરૂં થઈ જશે. જૂના કલરમાં બીજી વખત કલર કરવાની પણ ઉપાધિ રહે છે, જેના કારણે ફર્નિચર ગોઠવવાથી અન્ય સાફસફાઈ કરવામાં પણ સમય નીકળી જાય છે.
માસ્કિંગ ટેપ બચાવશે તમારો સમય
પેઈન્ટ કરવામાં સૌથી વધુ સમય કિનારાઓને સાફ રાખવામાં અને લાગેલા ડાઘ દૂર કરવામાં જાય છે. આ માટે માસ્કિંગ ટેપનો ઉપયોગ કરો, જે તમારા ઘરની દીવાલના કિનારા, દરવાજાના ફ્રેમ અને સ્વિચ બોર્ડની આસપાસ લગાવી દો. આ ટેપથી પેઇન્ટ કરતા સમયે બારીકીની ચિંતા નહીં થાય અને રોલરથી ઝડપથી કામ ચલાવી શકાય. પેઈન્ટનું કામ પૂર્ણ થયા બાદ ટેપ ઉપાડી નાખવાથી કામ સરળ બનશે.
સીડી પર ચઢવા ઉતરવામાં પણ થાક લાગે છે, પરંતુ એક્સ્ટેન્શન પોલવાળો રોલર આ સમસ્યાને દૂર કરે છે. લાંબા દંડા સાથે રોલરથી છત અને ઊંચી દીવાલો પણ સરળતાથી પેઇન્ટ થઈ શકે છે. પેઈન્ટનું કામ પૂરું થયા બાદ ફર્નિચર અને ફ્લોર પર દાગ દૂર કરવાની મથામણ ટાળવા માટે પ્લાસ્ટિક શીટ કે કાગળની પસ્તી અને ફર્નિચરને પ્લાસ્ટિક શીટથી ઢાંકો.
પેઈન્ટ કરતા પહેલા એક રાત પહેલા જ રૂમનો સામાન હટાવી દેવો જોઈએ, ત્યારબાદ દીવાલમાં રહેલી ખાલી જગ્યાને ભરો અને માસ્કિંગ ટેપ લગાવો. તમે તમારા કામને બે ભાગમાં વહેંચો, જેમાં એક જણ ઊંચા ભાગ અને બીજો નીચા ભાગને પેઇન્ટ કરવો જોઈએ, જેથી સમય બચે અને કામ ઝડપથી પૂર્ણ થાય.
આપણ વાંચો: ફાટેલી કે જૂની નોટ બદલાવવાને લઈને શું છે RBIનો નિયમ? ક્યાં અને કઈ રીતે બદલાવી શકાય…