પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી મેળવનારાઓને મળે છે આ ખાસ સુવિધાઓ, જાણી લો…
ગણતંત્ર દિવસ એટલે કે 26મી જાન્યુઆરીની પૂર્વસંધ્યાએ વર્ષ-2025ના પદ્મ પુરસ્કારોની ઘોષણ કરવામાં આવી હતી અને આ વખતે આ પુરસ્કાર માટે દેશભરમાંથી કુલ 139 મહાનુભાવોની પસંદગી કરવામાં આવી છે. જેમાંથી સાત મહાનુભાવોને પદ્મ વિભૂષણ, 19 જણને પદ્મ ભૂષણ અને 113 પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પદ્મશ્રીથી નવાજવામાં આવશે. આ યાદીમાં 30 અનનોન હીરોઝને પણ સ્થાન આપવામાં આવ્યું છે. પરંતું શું તમને ખબર છે કે પદ્મ પુરસ્કાર વિજેતાઓને સરકાર દ્વારા શું સુવિધા પૂરી પાડવામાં આવે છે? તેમને કેટલા પૈસા આપવામાં આવે છે? નહીં ને? ચાલો આજે તમને આ વિશે જણાવીએ-
વર્ષ 2025 માટેના પદ્મ પુરસ્કારોની જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા શનિવારે એટલે કે 25મી જાન્યુઆરીના કરવામાં આવી હતી અને એમાં સાત જણને પદ્મ વિભૂષણ, 19 લોકોને પદ્મ ભૂષણ અને 113 મહાનુભાવોને પદ્મશ્રી પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. વાત કરીએ આ વિજેતાઓને આપવામાં આવતી સુવિધા વિશે. પણ એ પહેલાં જાણીએ કે આખરે આ પુરસ્કાર આપવાની શરૂઆત ક્યાંથી અને ક્યારથી કરવામાં આવી એની.
ભારત રત્ન પછી ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાં પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રીનો સમાવેશ થાય છે. દર વર્ષે સૌથી વધુ પદ્મશ્રી પુરસ્કારો આપવામાં આવે છે અને તમારી જાણ માટે કે 1954માં ભારત સરકાર દ્વારા પદ્મ પુરસ્કારની શરૂઆત કરવામાં આવી હતી અને એક વર્ષ બાદ એટલે કે 1955માં તેનું નામ બદલીને પદ્મશ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ કરવામાં આવ્યું હતું.
વાત કરીએ આ પુરસ્કાર વિજેતાઓને આપવામાં આવતી સુવિધાઓ વિશે તો તમારી જાણ માટે કે પદ્મ પુરસ્કારથી સન્માનિત વ્યક્તિને રાષ્ટ્રપતિ દ્વારા પ્રમાણપત્ર અને મેડલ આપવામાં આવે છે. ઘણા લોકોની એવી માન્યતા છે કે આ એવોર્ડ મેળવાનારા એવોર્ડિઝને પૈસા આપવામાં આવે છે, પરંતુ હકીકતમાં એવું નથી. આ એવોર્ડમાં કોઈ પૈસા નથી આપવામાં આવતા અને તે માત્ર એક સન્માન છે. પદ્મશ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ એમ ત્રણેય પુરસ્કારોમાં એક પણ પૈસ આપવામાં આવતો નથી. એટલું જ નહીં આ એવોર્ડ મેળવનારાઓને બીજી કોઈ પણ સુવિધા આપવામાં આવતી નથી કે ન તો તેમને રેલવે કે એર ટ્રાવેલમાં કોઈ પણ પ્રકારની છૂટ આપવામાં આવે છે.
આ પણ વાંચો : પદ્મ પુરસ્કારોમાં મહાન ગાયકોની અવગણના પર સવાલ ઉઠાવ્યા સોનુ નિગમે…
લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ એટલે કોને આ પુરસ્કાર આપવામાં આવે છે એની તો સરકાર દ્વારા દર વર્ષે અરજીઓ મંગાવવામાં આવે છે. જેમને પણ એવું લાગે છે તેમણે પોતાના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે, જેનાથી સમાજને ફાયદો થયો છે તેઓ આ એવોર્ડ માટે અરજી કરી શકે છે. સરકાર આ અરજીઓની તપાસ કરે છે. એટલું જ નહીં પણ કોઈપણ વ્યક્તિ, સંસ્થા, સાંસદ, વિધાનસભ્ય, પ્રધાન પણ કોઈના નામની ભલામણ કરી શકે છે, જોકે એવોર્ડ કોને આપવો કે નહીં આપવો એનો નિર્ણય સરકાર દ્વારા ગઠિત કરવામાં આવેલી કમિટી દ્વારા લેવામાં આવે છે.