OMG, Birthday Girl Radhika Merchant સાથે Orryએ કર્યું કંઈક એવું કે… જોઈને સમસમસી જશે Ambani Family?

હાલમાં સોશિયલ મીડિયા પર અંબાણી પરિવારની વહુરાણી રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)ના બર્થડે સેલિબ્રેશનના ફોટો અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. પરંતુ શું તમને ખબર છે કે બર્થડે ગર્લ રાધિકાની પાર્ટીમાં લાઈમલાઈટ તો કોઈ બીજું જ ચોરી ગયું? સાંભળીને તમને પણ ચોંકી ગયા ને? ચાલો તમને જણાવીએ કે આખરે કોણ છે આ વ્યક્તિ…
અહીં વાત થઈ રહી છે અંબાણી પરિવારના લાડકવાયા ઓરી ઉર્ફે ઓરહાન અવત્રમણિની. બોલીવૂડ પાર્ટી હોય કે અંબાણી પરિવારની ઈવેન્ટ… ઓરી વિના તો કોઈ પણ ઈવેન્ટ અધૂરી જ રહી જાય અને ઓરી દરેક જગ્યાએ જોવા મળે છે. ઓરી વિના કોઈ પણ ઈવેન્ટ ઝાંખી પડી જાય છે. રાધિકા મર્ચન્ટના બર્થડે પાર્ટીમાં ઓરીએ લાઈમલાઈટ ચોરી લીધી હતી.
રાધિકાની બર્થડે પાર્ટીમાં સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો હતો, પણ લાઈમલાઈટ તો ઓરી ચોરી ગયો. આ પાર્ટીમાં ઓરીનો બદલાયેલો લૂક જોવા મળ્યો હતો. ઓરીના ચશ્માથી લઈને હેરસ્ટાઈલ બધુ જ બદલાયેલી જોવા મળી હતી, પરંતુ ઓરીનો સિગ્નેચર પોઝ તો એમનો જ એમ રહ્યો હતો.
ઓરીએ પાર્ટીમાં તમામ સેલેબ્સ સાથે ફોટો ક્લિક કરાવ્યા હતા અને રાધિકા કરતાં તો ઓરીના ફોટો સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ રહ્યા છે. પરંતુ આ બધામાં એમએસ ધોની સાથેનો ખાસ પોઝ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. બંને જણે પરફેક્ટ બ્રો કોડ ગોલ્સ આપી રહ્યા છે.
અંબાણીની ઈવેન્ટમાં જઈને એમની જ લાઈમલાઈટ ચોરી લેવું એ કંઈ ખાવાના ખેલ નથી, ઓરીએ આવું કરીને સાબિત કરી દીધું કે ભાઈ યે ઓરી હૈ, કુછ ભી કર સકતા હૈ…
Also Read –