હવે WhatsApp પર માત્ર Meta AI જ વાપરી શકાશેઃ આ તારીખથી ChatGPT બંધ

WhatsApp પર હાલમાં મેટા AI સિવાય ChatGPT કે પરપ્લેક્સિટી AI જેવા ઘણા ચેટબોટ્સ ઑપરેટ થઈ શકે છે, જેનો યુઝર્સ ભરપૂર લાભ લઈ શકે છે, પરતું 15મી જાન્યુઆરીથી આ બધી સવલતો બંધ થશે અને વૉટ્સ એપ યુઝર્સ માત્ર મેટા AIનો જ ઉપયોગ કરી શકશે. આ નિર્ણયથી ઑપનઆઈ અને પરપ્લેક્સિટી જેવા જેવા ઘણા પ્લયર્સને ભારે નુકસાન જવાની ભીતિ છે.
મેટા પોતાનું WhatsApp Business API અપડેટ કરી રહી છે. નવી પોલિસી અનુસાર કોઈ કંપની ચેટબોટને જ પોતાની મેઈન સર્વિસ તરીકે વાપરતી હોય તો તેઓ વૉટ્સએપ બિઝનેસ સોલ્યુશનનો ઉપયોગ નહીં કરી શકે. આનો મતલબ કે માત્ર મેટા એઆઈ આસિસ્ટન્ટનો જ ઉપયોગ તમે કરી શકશો. હલમાં બીજા ઘણા પ્લેયર્સ છે જે મેટાને ટક્કર આપી રહ્યા છે, આ બધાને બેન કરી મેટા માત્ર પોતાનું એઆઈ જ યુઝ કરવાની પરવાનગી આપશે.
મેટાએ જણાવ્યું કે આ નિર્ણય ટ્રાવેલ કંપનીઓ અને ઈ-કોમર્સ બ્રાન્ડ્સ સહિતના વ્યવસાયોને અસર કરશે નહીં. જે પણ કંપનીઓ સેલ્ફ ઓટોમેટેડ બોટ્સ અને અન્ય સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યા છે, તેમને આ નિર્ણયથી ઝાઝો ફરરક પડશે નહીં.
જોકે મેટાના આ નિર્ણયનો સૌથી મોટો ફટકો AI સ્ટાર્ટઅપ્સને પડશે. મોટાભાગના સ્ટાર્ટઅપ્સ વૉટ્સએપ દ્વારા નવા કન્ઝ્યુમર્સને ચેટ બેઝ્ડ સર્વિસ આપતા હોય છે. જોકે આમ થવાથી મેટાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સપોર્ટ સિસ્ટમ ઓવરલૉડ થઈ ગયા છે અને તેમના ટ્રેન્ડ પર પણ અસર પડી છે.
મેસેજનો રિપ્લાઈ નહીં કરો તો
વૉટ્સ એપ બીજો પણ નવો અખતરો કરવા જઈ રહ્યું છે. સ્પામ મસેજીસને રોકવાનો હેતુ આ નવી પોલિસી પાછળ હોવાનું માનવામાં આવે છે. વૉટ્સ એપ એવા લોકો માટે મંથલી મેસેજિંગ લિમિટ લાવી રહી છે જેઓ મેસેજના રિપ્લાઈ કરતા નથી. આ બિઝનેસ અને પર્સનલ યુઝર્સ માટે છે, જેની ટ્રાયલ આવનારા અઠવાડિયામાં શરૂ થવાની સંભાવના છે.
આપણ વાંચો: ચોપડા પૂજન અને દિવાળીનું કનેક્શન ખબર છે, ના તો જાણી લો?