મકરસંક્રાંતિના દિવસે ખાસ ખાજો તલગોળના લાડું નહીંતર આ નુકસાન જશે
આજે દેશભરમાં ઘણા તહેવારો ઉજવાય છે. મકરસંક્રાતી, પોંગલ, લોહરી જેવા તહેવારો આ સમયગાળામાં દેશભરમાં ઉજવાય છે. આ તહેવારોનું મહત્વ ભૌગોલિક રીતે અને ખગોળશાસ્ત્રની દૃષ્ટિએ પણ છે. આપણા તમામ તહેવારો સાથે જ પરંપરા, ખાણીપીણી જોડાઈ છે તે ઋતુચક્ર અને વિજ્ઞાનના આધારે છે. મકરસંક્રાતની વાત કરીએ તો આજે તલગોળના લાડુ ખાવાની પ્રથા છે. આ પાછળ એક કારણ એ છે કે સંક્રાત સમયે સખત ઠંડી સખત હોય છે અને તેથી ગોળ અને તલમાં ગરમાવો હોવાથી શરીરને ઠંડીથી રક્ષણ મળે છે. આ સાથે તેના અન્ય ફાયદા પણ છે .
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર તલ, ગોળના ઘણા ફાયદા છે. ઉદાહરણ તરીકે, ગોળમાં મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવી વસ્તુઓ મળી આવે છે. જે શરીરમાં એનિમિયા નહીં થવા દે. સફેદ તલમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જેના કારણે તમારા હાડકાં મજબૂત બને છે અને આર્થરાઈટિસ જેવી બીમારીઓથી પણ રાહત મળે છે.
આ દિવસે ઉત્તર પ્રદેશમાં મટર ચૂરા ખાવાની પરંપરા છે. મટર ચૂરા એટલે કે મટર અને પૌંઆની વાનગી. આ ચુરા વિશે વાત કરીએ તો તેમાં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ સારી માત્રામાં હોય છે. જે તમને લાંબા સમય સુધી તાજગી આપે છે. આ સાથે તમારું વજન પણ નિયંત્રણમાં રહેશે. તેમાં કેલરીની માત્રા ઘણી ઓછી હોય છે. આ બધી વસ્તુઓ ખાવાથી શરીરમાં ગરમી આવે છે. એટલા માટે તે સૂર્ય ભગવાનને પણ અર્પણ કરવામાં આવે છે અને પૂજા કરવામાં આવે છે.
કારણ કે આ બધી વસ્તુઓ આ ઋતુમાં ઉપલબ્ધ હોય છે અને તે શુદ્ધ પણ હોય છે .તેથી જ મકરસંક્રાંતિના દિવસે આ વસ્તુઓનું સેવન કરવું શુભ માનવામાં તો આવે જ છે, પરંતુ સાથે સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે.