Rose Day પર વાત સૌથી મોંઘા Roseની… કિંમત એટલી કે અનેક BMW આવી જશે…
આજથી પ્રેમોત્સવની શરૂઆત થઈ ગઈ અને પહેલાં દિવસે સેલિબ્રેટ કરવામાં આવે છે Rose Day… આખી દુનિયા આજે એટલે કે સાતમી ફેબ્રુઆરીના ગુલાબ આપીને પોતાના પાર્ટનર્સને વિશ કરી રહી છે, પણ જો તમને કોઈ પૂછે કે દુનિયાના સૌથી મોંઘામાં મોંઘા ગુલાબની કિંમત શું હશે તો તમને એનો જવાબ ખ્યાલ છે? ચાલો આજે તમને આ મોંઘા ગુલાબ વિશે જણાવીએ…
આ ગુલાબની કિંમત એટલી બધી વધારે છે કે દેશના અમીરો પણ એને ખરીદતા પહેલાં વિચાર કરશે અને આ ગુલાબ અને એના બુકેની કિંમતમાં તો કેટલીય BMW Car આવી જાય ભાઈસાબ… હવે તમને જાણાવાની તાલાવેલી થઈ ગઈ હશે કે ભાઈ એવું તે શું ખાસ છે આ ગુલાબમાં અને એ આટલા મોંઘા હોવાનું કારણ શું છે?
અમે જે ગુલાબની વાત કરી રહ્યા છીએ એનું બુકે ખરીદવા માટે તમારે 130 કરોડ રૂપિયા ખર્ચવા પડશે. જી હા, અહીં વાત થઈ રહી છે જુલિયેટ રોઝની. આ કોઈ ચીલાચાલું ગુલાબ નથી અને આ ગુલાબ આટલા મોંઘા છે એની પાછળ એક મોટું કારણ છે. આ ગુલાબને ખિલવા માટે 15 વર્ષનો સમય લાગે છે અને એટલે જ તે આટલા કિંમતી છે.
દેખાવમાં પીળા, સફેદ અને ગુલાબી રંગના મિશ્રણવાળા આ ગુલાબ ખૂબ જ સુંદર લાગે છે. એક રિપોર્ટ અનુસાર જુલિયેટ રોઝની કિંમત 15.8 મિલિયન ડોલર છે. આ ગુલાબ પહેલી વખત 2006ના વર્ષમાં ખીલ્યું હતું અને એ વખતે તેની કિંમત 90 કરોડ રૂપિયા હતા. આ ગુલાબને એપ્રિકોટ હ્યુડ હાઈબ્રિડ છે.
આ ગુલાબને પહેલી વખત ડેવિડ ઓસ્ટિને ઉગાડ્યું હતું. ડેવિડ ઓસ્ટિનનું એવું કહેવું હતું હતું તેણે આ ગુલાબને અનેક ગુલાબને મિક્સ કરીને બનાવ્યું હતું. આ ગુલાબની સુગંધની વાત કરીએ તો તેમાંથી મંદ મંદ ચાની મહેક આવે છે, એટલે ટી લવર્સને પણ આ ગુલાબ ચોક્કસ જ ગમશે…