મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

OMG, Ambani’sની પાર્ટીમાં એમને જ ઝાંખા પાડી લાઈમલાઈટ ચોરી ગયો આ Special Guest

એશિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિમાંથી એક એવા મુકેશ અંબાણી અને નીતા અંબાણી (Buisnessman Mukesh Ambani-Nita Ambani)ના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની ઊજવણી (Anant Ambani-Radhika Merchant Wedding) શરૂ થઈ ગઈ છે. ગઈકાલે જ અંબાણી પરિવારે હલદી સેરેમની અને ત્યારબાદ મહેંદી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોલીવૂડના અનેક સેલેબ્સે હાજરી આપી હતી. પરંતુ આ બધા સેલેબ્સની ઝાકઝમાળ વચ્ચે એક શખ્સ એવો હતો કે જેણે લાઈમલાઈટ ચોરી લીધી હતી.

OMG, this special guest stole the limelight at Ambani's party


આવો જોઈએ કોણ છે આ શખ્સ કે જેણે અંબાણીઝના ઈવેન્ટમાં એમને અને હાજરી આપવા આવેલા સેલેબ્સને ઝાંખા પાડીને લાઈમલાઈટ ચોરી લીધી હતી. એટલું જ નહીં પણ આ ખાસ શખ્સે તો અંબાણી પરિવારના ઈવેન્ટમાં ચાર ચાંદ લગાવવા પહોંચેલી હસીનાઓને પણ પાછળ મૂકી દીધી હતી.. આઈ નો આઈ નો હવે તમને એ જાણવાની તાલાવેલી થઈ રહી હશે કે આખરે કોણ છે એ વ્યક્તિ કે જેનો આટલો બધો દબદબો જોવા મળ્યો હતો.

OMG, this special guest stole the limelight at Ambani's party



અનંત અને રાધિકરાની આ હલદી સેરેમની હલદી સેરેમની ઓછી અને હોલી પાર્ટી વધારે લાગી રહી હતી. અમે અહીં જે શખ્સની વાત કરી રહ્યા છીએ એ બીજું કોઈ નહીં પણ સ્ટાર કિડ્સનો ફેવરેટ ઓરી (Orry) છે. ઓરીએ હાલમાં જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી અનંત અને રાધિકાની હલદી સેરેમનીના ફોટો શેર કર્યા છે. ઓરીએ શેર કરેલાં આ ફોટોમાં ઓરી સાથે અનન્યા પાંડે, શનાયા અને ખુશી કપૂર હળદરમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે.

અંબાણી પરિવારનો પ્રસંદ હોય એટલે તેને રોયલ ટચ તો હોવાનો જ છે અને પાછા આ રોયલ ટચમાં ચાર ચાંદ લગાવવાનું કામ કરે છે કાર્યક્રમમાં હાજરી આપનારા મહેમાનો…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button