સ્પેશિયલ ફિચર્સ

સોશિયલ મીડિયા પર #OfficialApology ટ્રેન્ડમાં: મોટી મોટી કંપનીઓ જાહેરમાં માફી માંગી રહી છે, જાણો આ પાછળનું કારણ…

જમાનો ડિજિટલ છે અને આ ડિજિટલ વર્લ્ડમાં દરરોજ કોઈને કોઈ ટ્રેન્ડ, હેશટેગ્સ વાઈરલ થતાં હોય છે. ઘણી વખત આ વાઈરલ ટ્રેન્ડ કોઈ સોન્ગ, ડાન્સ કે મીમ્સ હોય છે. પરંતુ ગઈકાલથી સોશિયલ મીડિયા પર જે ટ્રેન્ડ વાઈરલ થઈ રહ્યો છે એ ન તો કોઈ સોન્ગ છે કે ના તો કોઈ ડાન્સ. સોશિયલ મીડિયા પર આ ટ્રેન્ડ એટલો વાઈરલ થઈ રહ્યો છે કે જેને કારણે મોટી મોટી કંપનીઓ પણ પોતાના ગ્રાહકો પાસેથી માફી માંગી રહ્યા છે. આવો જોઈએ આખરે શું છે આ વાઈરલ ટ્રેન્ડ અને કંપનીઓ કેમ માફી માંગી રહી છે…

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો ટ્રેન્ડ છે #OfficalApology એટલે ટે ઓફિશિયલ માફીનામું. આ ટ્રેન્ડને કારણે મોટી મોટી કંપનીઓ પોતાના ગ્રાહકોની જાહેરમાં માફી માંહી રહી છે. આ બધાની શરૂઆત થઈ પાંચમી નવેમ્બરના સ્કોડા ઈન્ડિયાની એક પોસ્ટથી. તેમણે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ સેર કરી હતી, જેમાં તેમણે અવર ઓફિશિયલ એપોલોજી સાથે ટીમ સ્કોડા ઈન્ડિયા લખ્યું હતું. આ પોસ્ટને જોતાં યુઝર્સને લાગ્યું કે કંપનીએ કોઈ મોટી ભૂલ કરી હશે, જેને કારણે કંપની હવે માફી માંગી રહી છે. પણ અહીં આવે છે કહાની મેં ટ્વીસ્ટ…

Volkswagon

જ્યારે સોશિયલ મીડિયા પર યુઝર્સે આ કંપનીની પોસ્ટ ધ્યાનથી વાંચી ત્યારે ખ્યાલ આવ્યું કે આ કોઈ ઓફિશિયલ માફીનામું નહોતું, પણ કંપનીની એક માર્કેટિંગ સ્ટ્રેટેજી છે. કંપનીએ પોસ્ટમાં લખ્યું હતું કે તેમની કાર એટલી આરામદાયક અને કમ્ફર્ટેબલ છે કે ડ્રાઈવરને પણ લાંબી મુસાફરી ખૂબ જ ટૂંકી લાગવા લાગી હતી.

બસ ત્યાર બાદ તો સોશિયલ મીડિયા પર મોટી મોટી કંપનીઓએ માફી માંગવાનું શરુ કરી દીધું હતું. શેમ્પૂની એક બ્રાન્ડે સોશિયલ મીડિયા પર એમના બનાવેલા શેમ્પૂથી વાળ ખૂબ જ સિલ્કી થાય છે એની માફી માંગતી તો એક ગર્ભનિરોધક પ્રોડક્ટ બનાવતી કંપનીએ પણ પોતાના પ્રોડક્ટને કારણે યુઝર્સ થોડા વધારે સુરક્ષિત થઈ ગયા એના માટે માફી માંગી હતી તો ગ્રોસરી અને ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ વેચતી એક કંપનીએ અમે માફી માંગીએ છીએ કારણ કે અમારા ઓફરને કારણે તમારું બજેટ બગડી જાય છે એવી પોસ્ટ શેર કરી દીધી હતી.

જોકે, નેટિઝન્સ પણ ક્યાં પાછળ પડે એમ હતાં. તેમણે પણ કંપનીઓની આ પોસ્ટના કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. કેટલાક યુઝર્સે આને એક બેસ્ટ પીઆઈ ટ્રિક ગણાવી હતી તો કેટલાક યુઝર્સે તમારી ભૂલ પર પણ તો ક્યારેક માફી માંગી લો. કેટલાક લોકોએ મજાક ઉડાવતા હવે કિંમતમાં પણ થોડી માફી આપી દો એવી કમેન્ટ કરી હતી.

કેટલાક વધારે હોશિયાર યુઝર્સે તો આ પોસ્ટના સ્ક્રીનશોટ્સ શેર કરતાં મીમ્સ બનાવી દીધા હતા. સોશિલ મીડિયા પર જ્યાં જુઓ ત્યાં બસ અમે માફી માંગીએ છીએ એવા જ પ્રકારની પોસ્ટ જોવા મળી રહી છે.

કંઈ પણ કહો કંપનીઓ પ્રમોશન અને માર્કેટિંગ માટે ગજબના તિકડમ અજમાવતા હોય છે અને આ ઓફિશિયલ એપોલોજી પણ એમાંથી જ એક છે. તમે પણ આ વાઈરલ ટ્રેન્ડના જોયો તો અત્યારે જ સોશિયલ મીડિયા પર જોઈ લો. આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button