જેલમાં કેદ મુસ્કાનનો અશ્લીલ વીડિયો વાયરલ, પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરી

મેરઠ: ઉત્તર પ્રદેશના મેરઠના સૌરભ રાજપૂતની હત્યાની પોલીસ તપાસ લગભગ પૂર્ણ થઈ છે, ત્યારે આ દરમિયાન સૌરભની પત્ની અને આરોપી મુસ્કાન રસ્તોગીનો એક અશ્લીલ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી બનાવવામાં આવ્યો છે. પોલીસે વીડિયો અપલોડ કરનાર ઇન્સ્ટાગ્રામ યુઝર સામે કેસ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અશ્લીલ વીડિયોથી શરૂ થયો વિવાદ
મેરઠના બહુચર્ચિત સૌરભ હત્યા કેસમાં જેલમાં બંધ આરોપી મુસ્કાનને લઈને એક નવો વિવાદ ઉભો થયો છે. તેનો એક અશ્લીલ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વિડીઓ AIથી બનાવવામાં આવ્યો છે. જેમાં મુસ્કાન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સાથે દેખાડવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો જોઈને પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે અને સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે.
વીડિયો કોણે કર્યો શેર?
અહેવાલો અનુસાર આ વીડિયો ‘Priyanshu_Rocks_31’ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી અપલોડ કરવામાં આવ્યો હતો અને ગણતરીનાં કલાકમાં જ તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ ઝડપથી વાયરલ થયો હતો. આ મામલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને આ એકાઉન્ટ સામે ફરિયાદ નોંધી હતી. આ વીડિયો ફેક કન્ટેન્ટ દ્વારા ભ્રમ ફેલાવવા માટે બનાવવામાં આવ્યો હોય આ અંગે સાયબર ટીમે તપાસ શરૂ કરી દીધી છે અને વીડિયો બનાવનાર અને અપલોડ કરનાર વ્યક્તિની ઓળખ કરવામાં આવી રહી છે તેમ પોલીસે જણાવ્યું હતું.
આ પણ વાંચો: મહાકુંભની વાયરલ ગર્લ મોનાલીસાને ફિલ્મ ઓફર કરનાર દિગ્દર્શક સનોજ મિશ્રાની આ કેસમાં ધરપકડ…
કડક કાર્યવાહીનો આદેશ
આ ઘટના અંગે મેરઠના એસપી સિટી આયુષ વિક્રમ સિંહે કડક કાર્યવાહીનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, આ સાયબર ગુનાની ગંભીર શ્રેણીમાં આવે છે. જેણે પણ વીડિયો બનાવ્યો અને વાયરલ કર્યો તેમની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. ફેક કન્ટેન્ટ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.