તમારા શરીરમાં જો કોઈ આ લક્ષણો જણાય તો ચેતી જજો, અવગણવાનું ભારે પડી શકે...

તમારા શરીરમાં જો કોઈ આ લક્ષણો જણાય તો ચેતી જજો, અવગણવાનું ભારે પડી શકે…

અત્યારના સમયમાં થાક લાગવો કે પછી વાળ ઉતરવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. વૃદ્ધથી લઈ યુવા સુધી તમામ લોકોના મોઠા પર થાક લાગ્યો હોવાની ફરિયાદ જોવા મળે છે. ઘણી વખત એવું પણ બને કે લોકોના નખનો રંગ બદલાય જાય, ત્વચાની સમસ્યાઓ થાય અથવા સ્નાયુઓમાં નબળાઈ અને મૂડમાં બદલાવ થાય છે?

આ બધા શરીરમાં પોષક તત્વોની ઉણપના સંકેતો હોઈ શકે છે. આ લેખમાં આપણે એવા કેટલાક લક્ષણો વિશે જાણીશું, જે શરીરમાં જરૂરી પોષક તત્વોની ખામી દર્શાવે છે, જેથી તમે સમયસર ધ્યાન આપી શકો.

જો તમને હંમેશાં થાક લાગે, લાંબી ઊંઘ પછી પણ તાજગી ન લાગે, અથવા નાનુ કામ કરતા પણ થાકી જાઓ, તો તે શરીરમાં આયર્ન, વિટામિન બીટ્વેલ, અથવા મેગ્નેશિયમની ઉણપનો સંકેત હોઈ શકે છે.

આ ઉપરાંત, વાળ વધુ પડતા ખરવું, નખનુ નબળુ થવુ, અથવા ત્વચાની સમસ્યાઓ પણ શરીરમાં પોષક તત્વોની ખામીની નિશાની છે. આવા લક્ષણો દેખાય તો તેને ગંભીરતાથી લેવા જોઈએ. આવી સમસ્યા થવાથી તાત્કાલિક ડોક્ટરની સલાહ લઈ યોગ્ય સારવાર લેવી જોઈએ.

વાળ અને નખની સમસ્યાઓ
જો તમારા વાળ સતત ખરી રહ્યા હોય અથવા નખ અચાનક બરડ થઈને તૂટવા લાગે, તો તે બાયોટિન, પ્રોટીન, અથવા આયર્નની ઉણપનો સંકેત હોઈ શકે છે. આ પોષક તત્વો શરીરના કોષોના વિકાસ અને મજબૂતી માટે જરૂરી છે. નખનો રંગ બદલાવો અથવા તેની નબળાઈ પણ આ ખામીઓની નિશાની હોઈ શકે છે, આ સમસ્યાનું સમાધાન યોગ્ય આહાર દ્વારા લાવી શકાય છે.

ઠંડી લાગવી અને સ્નાયુઓની સમસ્યા
જો તમને ગરમ હવામાનમાં પણ વધુ ઠંડી લાગે છે, તો તે આયર્ન અથવા આયોડિનની ઉણપનું લક્ષણ હોઈ શકે છે. આ બંને તત્વો થાયરોઈડના કાર્ય અને લોહીના લાલ કોષોના ઉત્પાદન માટે મહત્વપૂર્ણ છે.

આ ઉપરાંત, જો તમને દિવસમાં વારંવાર સ્નાયુઓમાં ખેંચાણ (મસલ ક્રેમ્પ) થાય અથવા ઊંઘમાંથી ઊઠતી વખતે ખેંચાણની સમસ્યા થાય, તો તે મેગ્નેશિયમ, પોટેશિયમ, અથવા કેલ્શિયમની ઉણપનો સંકેત હોઈ શકે છે.

આ પણ વાંચો…આરોગ્ય એક્સપ્રેસ: આ ‘સેલિયાક’ શું છે? શરીરની પોષણ ક્ષમતા ખતમ કરતા આ રોગને ઓળખી લો…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button