અંબાણી કરતા પણ વધુ અમીર હોય છે આ મૂળાંકના લોકો, માતા લક્ષ્મીની હોય છે વિશેષ કૃપા…

જ્યોતિષશાસ્ત્રની જેમ જ અંકશાસ્ત્ર કે જેને આપણે ન્યુમરોલોજી તરીકે પણ ઓળખીએ છીએ એનાથી વ્યક્તિના સ્વભાવ, ખામી, ખાસિયત વગેરેનો અંદાજો લગાવી શકાય છે. ન્યુમરોલોજીમાં 1થી લઈને 9 સુધીના મૂળાંક હોય છે, જેના પરથી વ્યક્તિના જીવનના મહત્વના પાસાં વિશે જાણી શકાય છે. આજે આપણે અહીં વાત કરીશું એવા મૂળાંક વિશે કે જેઓ અંબાણી જેટલા અમીર હોય છે, અને પૈસા, સમૃદ્ધિ તેમની પાછળ પાછળ આવે છે. ચાલો જોઈએ કયો આ મૂળાંક…
મૂળાંક 1
અમે અહીં જે મૂળાંકની વાત કરી રહ્યા છીએ તે છે એક. જે લોકોનો જન્મ 1, 10, 19 કે 28 તારીખે થયો છે તેમનો મૂળાંક એક હોય છે. આ મૂળાંકના સ્વામી સૂર્ય છે અને સૂર્યને ગ્રહોના રાજાનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ મૂળાંકવાળા લોકો જીવનમાં ઉંચાઈઓ પર પહોંચે છે. અગાઉ જણાવ્યું હતું કે આ મૂળાંકના સ્વામી સૂર્ય છે અને તેઓ ગ્રહોના રાજા છે જેને કારણે આ મૂળાંકના લોકો પણ રાજા જેવું જીવન જીવે છે.
મા લક્ષ્મીની રહે છે વિશેષ કૃપા
આ મૂળાંકના લોકો સ્વભાવથી ખૂબ જ નિડર હોય છે અને કોઈ પણ પરિસ્થિતિનો ખૂબ જ હિંમતથી સામનો કરો છે. આ મૂળાંકના લોકો પર હંમેશા માતા લક્ષ્મીની કૃપા વરસે છે. સમાજમાં માન-સન્માનની પ્રાપ્તિ થાય છે. પોતાની મહેનતથી આ લોકો ખૂબ જ પૈસા કમાવે છે અને અમીર હોય છે. એટલું જ નહીં પણ આ મૂળાંકના લોકો સારા લીડર હોય છે અને તેઓ જે પણ ક્ષેત્રમાં જાય છે ત્યાં સફળતા હાંસિલ કરે છે.
મક્કમ અને અડગ હોય છે
મૂળાંક એકવાળા લોકોની વાત કરવાની પદ્ધતિથી લોકો ઝડપથી આકર્ષાય છે અને પોતાની આસપાસના લોકોને તેઓ દિવાના બનાવી દે છે. સ્વભાવના જિદ્દી આ લોકો એક વખત કોઈ કામ કે વાત કરવાનું નક્કી કરી લે છે તો પછી એ કામ કરીને જ રાહતનો શ્વાસ લે છે અને પોતાની પૂરેપૂરી એનર્જી લગાવી દે છે.
મનમૌજી સ્વભાવ
આ મૂળાંકવાળા લોકો દરેક ક્ષેત્રમાં સૂર્યની જેમ પોતાની તેજસ્વી પ્રતિભાથી સફળતા હાંસિલ કરે છે. આ લોકોને જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી વર્તાતી. કોઈ પણ પ્રકારની દખલગિરી નથી ચલાવી લેતા. આ મૂળાંકવાળા લોકો મોટાભાગે બિઝનેસ કરે છે અને એમાં સફળ પણ થાય છે.