ખૂબ નામ અને પૈસા કમાય છે આ મૂળાંક ધરાવતા લોકો, કોઈ વસ્તુની કમી નથી હોતી….. જાણો તમારો મૂળાંક તો નથી ને
જ્યોતિષમાં અંકશાસ્ત્રની પણ ઘણી મહત્વની ભૂમિકા છે. અંકશાસ્ત્રમાં, નંબર 1 થી 9નું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. જેમ જ્યોતિષશાસ્ત્રમાં આપણે વ્યક્તિની કુંડળી જોઈને તેના વિશે જાણી શકીએ છીએ, તેવી જ રીતે અંકશાસ્ત્રમાં આપણે કોઈ વ્યક્તિની જન્મતારીખ જોઈને તેના વિશે જાણી શકીએ છીએ.
આજે આપણે 6 મૂળાંક ધરાવતા લોકો વિશે વાત કરીએ. જે લોકોની જન્મતારીખ 6, 15 કે 24 છે, તેમનો મૂળાંક 6 છે. અંકશાસ્ત્રમાં, નંબર 6 શુક્ર ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. શુક્ર સુખ અને સાંસારિક આનંદ માટે જવાબદાર ગ્રહ છે. આપણે તેમના ગુણો, વિશેષતા વિશે જાણકારી મેળવીશું.
અંકશાસ્ત્ર અનુસાર, જે લોકોનો મૂળ નંબર 6 છે તેઓ તેમના જીવનમાં ખૂબ પૈસા, નામ અને પ્રસિદ્ધિ કમાય છે. એવું માનવામાં આવે છે કે આ લોકો ખૂબ જ મહેનતુ હોય છે. તેઓ તેમના જીવનમાં સખત મહેનત કર્યા પછી લક્ઝરી અને આરામ પ્રાપ્ત કરે છે. અંકશાસ્ત્ર અનુસાર આ લોકોને લક્ઝરી લાઈફ જીવવી ગમે છે. આ ઉપરાંત, નંબર 6 વાળા લોકો પણ ખૂબ ખર્ચાળ હોય છે. આ લોકોને મોંઘા શોખ હોય છે. 6 નંબર વાળા લોકોને કંજૂસાઇ બિલકુલ પસંદ નથી.
અંકશાસ્ત્ર અનુસાર 6 નંબર વાળા લોકો ખૂબ જ રોમેન્ટિક હોય છે. આ લોકોને કોઈપણ પરિસ્થિતિમાં ખુશ રહેવું ગમે છે. વળી, તેઓ કોઈ પણ પાર્ટી કે મેળાવડામાં જાય ત્યારે ત્યાં પોતાનો રંગ જમાવે છે અને પાર્ટીની શાન બની જાય છે. 6 નંબર વાળા લોકો દેખાવમાં સુંદર અને આકર્ષક અને સુંદર ચીજોના શોખીન હોય છે. તેઓ જિંદગી મોજમઝા અને મિત્રોની સંગતમાં માણનારા હોય છે. આવા સ્વભાવને કારણે જ તેમને વૃદ્ધાવસ્થા પણ મોડી આવે છે.