હવે એક જ WhatsAppમાં ચલાવી શકાશે આટલા એકાઉન્ટ, ઓન કરી લો આ સેટિંગ…
આજકાલ WhatsApp સૌથી વધુ ઉપયોગમાં લેવાતી કમ્યુનિકેશન એપ્લિકેશન છે અને ભાગ્યે જ તમને કોઈ એવી વ્યક્તિ મળશે કે જે WhatsAppનો ઉપયોગ ના કરતી હોય. આ WhatsAppને લઈને જ હવે મહત્ત્વની માહિતી સામે આવી રહી છે.
જો તમને પણ એ વાતની ફરિયાદ હશે કે દુનિયાની સૌથી મોટી ઈન્સ્ટન્ટ મલ્ટિ મીડિયા મેસેજિંગ એપ WhatsAppમાં એકાઉન્ટ સ્વીચ કરવાની એટલે કે મલ્ટી એકાઉન્ટ યુઝ કરવાની સુવિધા નથી આપવામાં આવી તો તમારા માટે મહત્ત્વના અને સારા સમાચાર આવી રહ્યા છે. WhatsAppએ હવે આ એપમાં મલ્ટિ એકાઉન્ટનો અપડેટની સુવિધા આપવાનું શરૂ કરી દીધું છે.
આમ તો WhatsApp દ્વારા આ મલ્ટિ એકાઉન્ટની જાહેરાત ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં જ કરી દેવામાં આવી હતી અને હવે એની શરૂઆત એન્ડ્રોઈડ ડિવાઈસથી કરવામાં આવી છે. ટૂંક સમયમાં જ આ સુવિધા આઈફોન યુઝર્સને પણ આપવામાં આવશે. આવો જોઈએ તમે એક જ એપમાં બે WhatsApp એકાઉન્ટ ચલાવી શકો એ…
જો તમે પણ એક જ એપમાં બે WhatsApp એકાઉન્ટ યુઝ કરવા હોય તો તમારે આ સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરવા પડશે-
સૌથી પહેલાં તો તમારે તમારું WhatsApp એકાઉન્ટ અપડેટ કરી લો.
હવે WhatsAppની સેટિંગમાં જાવ
હવે તમને તમારા પ્રોફાઈલ ફોટોની રાઈટસાઈડમાં એક ખૂણામાં ડ્રોપ ડાઉન મેન્યુનું આઈકોન દેખાશે.
આ આઈકોન પર ક્લિક કરશો તો તમને તમારું નામ અને નંબર જોવા મળશે.
આની નીચે જ તમને એડ એકાઉન્ટનું ઓપ્શન મળશે.
એડ એકાઉન્ટ પર ક્લિક કરીને જે રીતે તમે તમારા પહેલાં નંબરને રજિસ્ટર્ડ કર્યું છે એ જ રીતે બીજા નંબરને પણ રજિસ્ટર્ડ કરી લો.
WhatsAppનું આ ફીચર ઘણી હદ સુધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવું જ છે. હવે આ ત્રણેય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તમે એક સાથે ઘણા બધા એકાઉન્ટથી લોગ ઈન કરી શકો છો અને તમારી જરૂરિયાત પ્રમાણે અલગ અલગ એકાઉન્ટ સ્વીચ કરી-કરીને યુઝ કરી શકો છો…