દિવાળી પર માત્ર દીવા જ નહીં, આ છોડ પણ ચમકાવશે તમારું ભાગ્ય…

દર વર્ષે આસો માસની અમાસના દિવસે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર ખુશીઓ, પ્રકાશ અને સમૃદ્ધિનું પ્રતીક છે. આ વર્ષે દિવાળી 20 ઓક્ટોબરના દિવસો ઉજવવાની છે. આ દિવસે મા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે, જેથી મા લક્ષ્મી પ્રસન્ન થાય અને ઘરમાં ધન-સંપત્તિનો વધારો થાય. દિવાળીના દિવસે પૂજા સાથે ઘરમાં રાખવામાં આવતા ઘણા વિશેષ છોડનું અનેરું મહત્વ હોઈ છે.
વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ઘણા છોડ છે જે મા લક્ષ્મીને આકર્ષે છે. આ છોડ લગાવવાથી ઘરની સુંદરતા વધે છે અને આર્થિક સમૃદ્ધિ પણ આવે છે. દિવાળીના અવસર પર આવા છોડ લગાવવા વિશેષ શુભ માનવામાં આવે છે. તો આજે આપણે જાણીશું ક્યું છોડ લગાવવાથી દિવાળીના દિવસે તેમના ફાયદા થશે.

તુલસી અને જેડ પ્લાન્ટ
તુલસીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર છોડ તરીકે માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, જે ઘરમાં તુલસીનો છોડ હોય અને તેની પૂજા કરવામાં આવે, ત્યાં મા લક્ષ્મીનો વાસ થાય છે. દિવાળીના દિવસે તુલસી માતાની પૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. સામાન્ય રીતે તુલસીના પવિત્રને છોડને પૂર્વ કે ઉત્તર દિશામાં લગાવવું જોઈએ, જેથી ઘરમાં આર્થિક સ્થિરતા અને સમૃદ્ધિ જળવાઈ રહે.
જેડ પ્લાન્ટને છોડને મની મેગ્નેટ કહેવામાં આવે છે. માન્યતા છે કે આ છોડને જે ઘરમાં હોય, ત્યાં મા લક્ષ્મીનું આગમન થાય અને ક્યારેય નાણાંની ઉણપ નથી રહેતી. આ છોડ સરળતાથી વધે છે આ છોડને વધુ કાળજીની જરૂર નથી. તેના જાડા લીલા પાંદડા સમૃદ્ધિનું પ્રતીક છે.

શંખપુષ્પી, મની પ્લાન્ટ અને સફેદ પલાશ
શંખપુષ્પી છોડ લગાવવાથી અનેક ફાયદા છે. દિવાળીના દિવસે ઘણા ઘરોમાં આ છોડ લગાવે છે. તેમાં ઔષધીય ગુણો છે, જેથી તે અત્યંત લાભકારી છે અને માનસિક શાંતિ તેમજ સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે.
મની પ્લાન્ટને ઘરમાં લગાવવું સુભાગ્ય અને ધન પ્રાપ્તિનું ચિહ્ન છે. વાસ્તુ અનુસાર, આ છોડ લગાવવાથી ઘરમાં ધનનો પ્રવાહ જળવાઈ રહે છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે. દિવાળીના દિવસે તેને લગાવવાથી આર્થિક વૃદ્ધિ થાય છે, વ્યવસાય અને નોકરીમાં સફળતા મળે છે. તેને દક્ષિણ-પૂર્વ દિશામાં લગાવવો જોઈએ.
સફેદ પલાશનું છોડ અત્યંત લાભકારી છે. તેને મા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે અને તેને ઘર કે પૂજા સ્થળ પર લગાવવાથી સમૃદ્ધિ અને વૈભવ વધે છે, ઘમાં સકારાત્મક ઉર્જા રહે છે.

સ્નેક પ્લાન્ટનું મહત્વ
સ્નેક પ્લાન્ટથી ધન આકર્ષિત થાય છે અને નોકરી તેમજ વ્યવસાયમાં પ્રગતિ થાય છે. આ પૌધો ઘરમાં શાંતિ અને સંતુલન જાળવી રાખે છે, તેને લગાવવાથી નકારાત્મકતા દૂર રહે છે. તેને ઘરના મુખ્ય દરવાજા પાસે લગાવવો જોઈએ.
નોંધ: આ સમાચારમાં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય જ્ઞાન પર આધારિત છે. મુંબઈ સમાચાર તેની પુષ્ટી કરતું નથી.