મહારાષ્ટ્રસ્પેશિયલ ફિચર્સ

ટેક્સી, ઓલા નહીં મળતાં યુવકે કર્યો ગજબ જુગાડ

વીડિયો થયો તૂફાન વાઈરલ

પુણેઃ મુંબઈ હોય કે પુણે એક જગ્યાથી બીજી જગ્યાએ જવા માટે ઓટો, ટેક્સી કે કેબ મળવું એટલું જ મુશ્કેલ હોય છે અને એવા સમયે આપણી પાસે મોઢું વકાસીને જોઈ રહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચતો નથી. પરંતુ પુણેના એક યુવકે ઘરે પાછા જવા માટે જે જુગાડ લગાવ્યો છે એ જોઈને તમે તમારા માથાના વાળ ખેંચી લેશો અને આશ્ચર્યથી તમારું મોઢું પહોળું થઈ જશે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને લોકો તેની ચાલાકીના વખાણ કરતાં થાકી નથી રહ્યા.

સાર્થક સચદેવા એવું યુવકનું નામ છે અને તેણે ઘરથી થોડેક દૂર આવેલા મોલ જવા માટે કેબ બૂક કરી રહ્યો હતો. પરંતુ વારંવાર પ્રયાસ કરવા છતાં પણ તેને કેબ નહીં મળી તો તેણે કમાલનું મગજ દોડાવ્યું. તેણે પુણેમાં આવેલા રોયલ હેરિટેજ મોલ પગપાળા પહોંચી ગયો અને ત્યાં પહોંચ્યા બાદ તેણે ઓનલાઈન ફૂડ ડિલીવરી એપ ઝોમેટો પર મેકડોનલ્ડમાંથી ફૂડ ઓર્ડર કર્યો. ત્યાર બાદ થોડાક જ ટાઈમમાં ડિલીવરી બોય તેનો ઓર્ડર લઈને આવ્યો.


હવે તમને એવું થઈ રહ્યું હશે કે સાર્થક જમવાનું લઈને ઘરે જશે, પણ તેણે ડિલીવરી બોયને વિનંતી કરી શું તે તેના ઓર્ડર સાથે ઘરે મૂકી જશે કે? સામે પક્ષે ઓર્ડર આપવા આવેલા ડિલવરી બોયે પણ સાર્થકની વિનંતીને માન આપીને સાર્થકને ઘર સુધી મૂકવા માટે હા પાડી દીધી હતી.

દરમિયાન સાર્થક અને ડિલીવરી બોયે સાથે પ્રવાસ કર્યો હતો અને સાર્થકે પોતાનું ફૂડ ડિલીવરી બોય સાથે શેર કર્યું હતું. સાર્થક અને ડિલીવરી બોયનો આ વીડિયો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 55,000થી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button