સુંદર સાડી પર કાલા ચશ્મા પહેરીને Nita Ambaniએ દેખાડ્યો ઠાઠ, શ્લોકા અને રાધિકા તો…

નીતા અંબાણીને સાડીઓ પ્રત્યે ખાસ પ્રેમ છે અને તેઓ જ્યાં પણ મોકો મળે તો ત્યાં સાડી પહેરીને ભારતીય સંસ્કૃતિ અને રીતિ રિવાજો પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. નીતા અંબાણીને સાડીઓ એટલી પસંદ છે કે તેઓ દેશ જ નહીં પણ વિદેશમાં પણ સાડી પહેરીને પોતાની આગવી સૂઝબૂઝનો પરિચય આપતા જોવા મળે છે.
ફરી એક વખત સોશિયલ મીડિયા પર નીતા અંબાણીના બે સાડી લૂક્સ સામે આવ્યા છે જેમાં એક લૂકમાં તો સુંદર સાડી પર કાલા ચશ્મા પહેરીને વહુ શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટને પણ પાછળ મૂકી દીધી હતી. આવો જોઈએ શું છે ખાસ નીતા અંબાણીના લૂકમાં…
આપણ વાંચો: WPL ટ્રોફી જીત્યા બાદ MIના ખેલાડીઓએ કરી શાનદાર ઉજવણી, નીતા અંબાણી પણ જોડાયા
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં નીતા અંબાણીના લૂકની વાત કરીએ તો આ ફોટો જાણીતા ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રાએ શેર કર્યા છે. જામનગરના વનતારાના ઈનોગ્રેશન ઈવેન્ટ પર નીતા અંબાણીએ બે અલગ અલગ સાડીઓ પહેરી હતી અને કહેવાની જરૂર નથી કે નીતા અંબાણી બંને લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.
વાત કરીએ નીતા અંબાણીના પહેલાં લૂકની તો નીતા અંબાણીએ પિંક કલરની નાઈન મોટિફ ડબલ ઈકત પટોળા સાડી પહેરી હતી. રાજકોટમાં તૈયાપ કરવામાં આવેલી સાડી પોતાના નાઈન ફિગર્સ અદતલા ડિઝાઈન માટે ખૂબ જ જાણીતી છે. સાત મહિનામાં સાત જણાએ આ ખાસ સાડી તૈયાર કરી હતી.
મનિષ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે નીતા અંબાણીએ આ સાડીને ગણેશા નેકલેસ, એક રિંગ સાથે પેયર કરી હતી જેમાં શંખમાંથી નીકળેલા દુર્લભ મોતી જડવામાં આવ્યા હતા.
આપણ વાંચો: આખરે નીતા અંબાણીની ફિટનેસનું સિક્રેટ રિવીલ થઈ જ ગયું, તમે પણ જોઈ લો… વીડિયો થયો વાઈરલ
બીજા લૂકમાં નીતા અંબાઈએ હેન્ડમેડ મુર્શિદાબાદ સિલ્ક સાડી પહેરી હતી અને આ સાડી પર હેન્ડ બ્લોક પ્રિન્ટિંગ કરવામાં આવી હતી, જેના પર મનિષ મલ્હોત્રાએ એમ્બ્રોઈડરી કરીને તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવ્યા હતા. નીતા અંબાણીની આ સાડીના પાલવને હાથીવાળી એમ્બ્રોઈડરીથી સજાવવામાં આવ્યો હતો.
નીતા અંબાણીએ સાડી સાથે સનગ્લાસીસ પહેર્યા હતા જેને કારણે તેમનો લૂક એકદમ સ્ટાઈલિશ લાગી રહ્યો હતો. સટલ મેકઅપ, કપાળ પર ચાંદલો અને અંબોડામાં ગજરો નીતા અંબાણીના લૂકને કમ્પલિટ કર્યા હતા. 60ની ઉંમરમાં નીતા અંબાણીએ બંને વહુઓ શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટને કાંટે કી ટક્કર આપી હતી.