સ્પેશિયલ ફિચર્સ

આ ખાસ જગ્યાએથી કપડાની ખરીદી કરે છે Nita Ambani…

નીતા અંબાણી (Nita Ambani) હંમેશાથી જ પોતાના સ્ટાઈલ સ્ટેટમેન્ટને કારણે ચર્ચામાં રહે છે અને રહે પણ કેમ નહીં ભાઈ તેમનો કોઈ પણ લૂક ઉઠાવીને જોઈ લો તમારી નજર નહીં હટાવી શકો. પરંતુ શું તમને ખબર છે કે નીતા અંબાણીના આ ક્લાસી અને બ્યુટીફૂલ લૂક આપતા કપડાં ખરીદી છે? ચાલો આજે તમને આ વિશે જણાવીએ-

નીતા અંબાણી પોતાના સ્ટાઈલ અને રોયલ લૂક્સ માટે ખૂબ જ જાણીતા છે અને પોતાની કમાલની ફેશન સેન્સથી વહુઓ શ્લોકા મહેતા (Shloka Mehta) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) અને દીકરી ઈશા અંબાણી (Isha Ambani)ને પણ મ્હાત આપે છે. વાત કરીએ નીતા અંબાણીના આઉટફિટ અને એક્સેસરીઝને ટોપ બ્રાન્ડ ડિઝાઈન કરે છે. તેઓ અનેક મોટી મોટી અને જાણીતી બ્રાન્ડ્સના કપડાં પહેરે છે જેના વિશે ખૂબ જ ઓછો લોકો જાણે છે.

ફેશન ઈન્ડસ્ટ્રીના જાણીતા અબુ જાની અને સંદીપ ખોસલાના ડિઝાઈન કપડાં અંબાણી પરિવારના સભ્યો પહેરે છે. નીતા અંબાણી એથનિક આઉટફિટ્સ માટે આ ડિઝાઈનરના કપડાં પ્રાયોરિટી આપે છે. અબુ જાની અને સંદીપ ખોસલા નીતા અંબાણી માટે અનેક સાડીઓ અને લહેંગા ડિઝાઈન કરી ચૂક્યા છે. નીતા અંબાણીને આ ડિઝાઈનરની ક્રિયેટિવિટી ખૂબ જ પસંદ છે.

આપણ વાંચો: ભારેભરખમ મીનાકારીવાળી જ્વેલરી, નીતા અંબાણી પર આ રીતે ભારે પડી નાની વહુ રાધિકા મર્ચન્ટ…

ફેશન ઈન્ડસ્ટ્રીના સૌથી જાણીતા મનીષ મલ્હોત્રાના ડિઝાઈન કરેલાં આઉટફિટ્સ પણ નીતા અંબાણીને ખૂબ જ પસંદ છે. કલ્ચરલ ઈવેન્ટ્સ કે ફંક્શનમાં મનિષ મલ્હોત્રાના ડિઝાઈન કરેલાં આઉટફિટ્સ નીતા અંબાણી પહેરી ચૂક્યા છે. આ સિવાય સબ્યસાચી મુખર્જી પણ નીતા અંબાણીના ફેવરેટ ડિઝાઈનરમાંથી એક છે. ઈશાના લગ્નમાં નીતા અંબાણીએ સબ્યસાચીના જ ડિઝાઈન કરેલી સાડી અને લહેંગા પહેર્યા હતા.

નીતા અંબાણી પરફ્યુમથી લઈને બેગ્સ સુધી વિવિધ એસેસરીઝ ફ્રાંસીસ ફેશન બ્રાન્ડ Chanelને ખૂબ જ પસંદ કરે છે. નીતા અંબાણી સ્ટાઈલિશ અને એલિગન્ટ લૂક માટે હંમેશા આ બ્રાન્ડની બેગ્સ કેરી કરે છે અને પોતાના લૂક્સને ચાર ચાંદ લગાવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button