World Saree Day: Nita Ambaniનું સાડીઓનું આ કલેક્શન છે દરેક માનુનીનું ડ્રીમ કલેક્શન…
આજે 21મી ડિસેમ્બરના વર્લ્ડ સાડી ડે સેલિબ્રેટ કરવામાં આવે છે અને સાડી એ ભારતીય સંસ્કૃતિનું પ્રતિક છે. ફેશનની દુનિયામાં દિવસે નહીં એટલું પરિવર્તન રાતે આવતું હોય છે. પરંતુ સાડી એક એવી વસ્તુ છે કે જે ક્યારેય આઉટડેટેડ નથી થતી. આજે વર્લ્ડ સાડી ડેના દિવસે અંબાણી (Ambani Family)ના લેડી બિગ બોસ નીતા અંબાણીના સાડી કલેક્શન પર એક નજર કરીએ… નીતા અંબાણીના સાડીઓના કલેક્શનની વાત થતી હોય તો દરેક માનુનીનું ડ્રીમ કલેક્શન છે નીતા અંબાણીનું આ કલેકશન. પરંતુ નીતા અંબાણી હેવી વર્કવાળી, સોના-ચાંદીના જરીકામવાળી ડિઝાઈનર સાડીઓ પહેરવાનું પસંદ કરે છે. હાલમાં જ દીકરા અનંત અંબાણીના લગ્નમાં નીતા અંબાણીનો દરેક લૂક એકબીજાથી ખૂબ જ અલગ હોવાની સાથે સાથે વધારેને વધારે ગ્રેસફૂલ હતો. ચાલો એક નજર કરીએ નીતા અંબાણીના સાડીના કલેક્શન પર…
ટિશૂ બનારસી સાડીઃ
નીતા અંબાણીની આ હેન્ડ એમ્બ્રોઈડરીથી તૈયાર કરવામાં આવેલી ટિશૂ બનારસી સાડી ખૂબ જ સુંદર લાગી રહી છે. ક્રીમ કલરની આ સાડી પર ગોલ્ડન અને જાંબુળી રંગનું વર્ક કરવામાં આવ્યું છે. નીતા અંબાણીએ આ સાડી સાથે ડાયમંડ નેકલેસ અને અંબોડામાં ગજરો લગાવીને પોતાનો લૂક કમ્પલિટ કર્યો હતો.
ચારબાગ સાડીઃ
નવા નવા લગ્ન થયા હોય કે કોઈન સંબંધીના પ્રસંગે જવાનું હોય તો નીતા અંબાણીના કલેક્શનમાં રહેલી ચારબાગ સાડી બેસ્ટ ઓપ્શન છે. નીતા અંબાણીએ પહેરેલી આ સાડી પર બનારસી બૂટીઓની સાથે રંગકાટ વર્ક છે. આ સાથે તેમણે કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ પેર કર્યો હતો જેના પર સોનાનો વર્ક કરવામાં આવ્યું હતું.
કાંચીપુરમ સાડીઃ
નીતા અંબાણીની આ સી રેડ ગુજરાતી કાંચીપુરમ સાડી પણ દરેક માનુની પોતાના કલેક્શનમાં હોય એવું ઈચ્છે છે. આ સાડીમાં નીતા અંબાણી એકદમ ગ્રેસફૂલ લાગી રહ્યા છે અને તેમણે આની સાથે મહારાની હાર પહેર્યો હતો. હળવા મેકઅપ સાથે તેમણે પોતાનો આ ફેસ્ટિવ લૂક કમ્પલિટ કર્યો હતો.
બાધણી સાડીઃ
ઘરચોળાની ડિઝાઈનવાળી નીતા અંબાણીની આ ડિઝાનર બાંધણીની સાડીની કિંમત તો લાખો રૂપિયામાં હશે, પરંતુ કચ્છ કે ગુજરાતની ઓળખ સમાન આ બાંધણીની સાડી અલગ અલગ રેન્જ અને ડિઝાઈનમાં ખૂબ જ સરળતાથી મળી રહી છે. જરદોસી અને સિક્વેનવાળી આ સાડીમાં નીતા અંબાણી ખૂબ જ સુંદર અને જાજરમાન લાગી રહ્યા હતા.
ઓર્ગેન્ઝા બનારસી સિલ્ક સાડીઃ
સ્ટાઈલની સાથે કમ્ફર્ટ પસંદ કરતાં નીતા અંબાણીના કલેક્શનમાં આ બનારસી સિલ્ક સાડી પણ છે. આ સાડીમાં જરી અને હેન્ડ વર્સ કરવામાં આવ્યું છે. આ સાડી તમને ફેસ્ટિવ લૂકની સાથે સાથે જ મિનિમલ લૂક અપાવવામાં પણ મદદરૂપ સાબિત થશે.
સિલ્ક ફ્લોરલ સાડીઃ
નીતા અંબાણી સિલ્ક સાડીના ખૂબ જ મોટા પ્રશંસક છે અને તેમની આ સાડી ખરેખર યુનિક છે. જો તમે પણ યુનિક લૂક ટ્રાય કરવા માંગતા હોવ તો તમારે પણ આ સાડી ચોક્કસ ટ્રાય કરવી જોઈએ. આ સાડી તમને પૈઠણીવાળી સાડીનો લૂક આપશે