Nita Ambani, Tina Ambani નહીં પણ આ છે અંબાણી પરિવાર ગૃહલક્ષ્મી, નીતા પણ માને છે…

અંબાણી પરિવાર (Ambani Family) પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલની સાથે સાથે જ સંબંધો, સંસ્કારો અને પરંપરા જાળવવાના મામલે પણ ટોપ પર છે. પરંતુ શું તમને ખબર છે કે અંબાણી પરિવારના બિગ બોસ કોણ છે, જે આખા પરિવાર માટે એક ગુરુ સમાન છે, કોણ છે અંબાણી પરિવારની સાચી ગૃહલક્ષ્મી? ખુલ નીતા અંબાણી (Nita Ambani) પણ એમને પોતાના ગુરૂ માને છે… ચાલો તમને જણાવીએ-
અંબાણી પરિવાર દેશ જ નહીં પણ દુનિયાના ધનવાન પરિવારમાંથી એક છે. ધીરુભાઈ અંબાણી (Dhirubhai Ambani), મુકેશ અંબાણી (Mukesh Ambani) તેમ જ આખા પરિવારને આ જ વ્યક્તિએ ખૂબ જ જતનથી આ પરિવારનું સિંચન કર્યું છે અને આખા પરિવારને એક જૂટ કરી રાખ્યું છે. કદાચ આ જ કારણ છે તે પરિવારની મહાલક્ષ્મીનો દરજ્જો આપ્યો છે અને આ બીજું કોઈ નહીં પણ પરિવારના વડીલ કોકિલાબેન અંબાણી (Kokilaben Ambani) છે. કોકિલાબેનની કોઈ પણ વાત પરિવારનો કોઈ સભ્ય ટાળતો નથી.
90 વર્ષની વયે પણ કોકિલાબેન અંબાણીનો એક શબ્દ પરિવારના તમામ સભ્યો માટે પથ્થરની લકીર સમાન છે. ખુદ ટીના અંબાણી (Tina Ambani)આ વાતનો ખુલાસો કર્યો હતો. અંબાણી પરિવારની વહુઓથી લઈને પૌત્ર-પૌત્રીઓ તમામ લોકો કોકિલાબેનનો આદર કરે છે અને વહુઓ એમને ઘરની ગૃહ લક્ષ્મી માને છે.
ટીના અંબાણી સોશિયલ મીડિયા કોકિલાબેનના જન્મ દિવસે કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે 33 વર્ષથી હું આ પરિવારનો હિસ્સો છું અને મારા સાસુએ મને ખૂબ જ પ્રેમ આપ્યો છે. તે હંમેશા પરિવારની મજબૂત ઢાલ તરીકે ઊભા રહ્યા છે. કોકિલાબેન પરિવારને ગાઈડ કરવાની સાથે સાથે જ તેમને એટલો જ પ્રેમ પણ કર્યો છે.
આ પોસ્ટ ટીના અંબાણીએ ફેબ્રુઆરી, 2024માં કરી હતી. ટીના અંબાણી કોકિલાબેને મમ્મી કહીને જ બોલાવે છે. તેમણે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે કોકિલાબેન આખા અંબાણી પરિવારની મહાલક્ષ્મી છે.
અંબાણી પરિવારના ગુરુ, ફેમિલીના કર્તા-હર્તા હતા ધીરુભાઈ, પહેલાં ધીરુભાઈ પરિવારની ઢાલ હતા, પણ હવે તેમની જગ્યા કોકિલાબેન અંબાણીએ લઈ લીધી છે. ટીના અંબાણી અને નીતા અંબાણી પણ કોકિલાબેનના નક્શે કદમ ચાલીને પરિવારની બાગડોર સંભાળી રહી છે.