Nita Ambaniનાં કાંડા પર જોવા મળેલી આ વસ્તુની કિંમત છે એટલી કે…

અંબાણી પરિવારના લેડી બિગ બોસ નીતા અંબાણી (Nita Ambani) પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ અને સુંદરતાથી ઘરની વહુ-દીકરીઓની સાથે સાથે જ બોલીવૂડ એક્ટ્રેસને પણ પાછળ છોડી દે છે. હંમેશા લક્ઝુરિયસ, સુપર એક્સપેન્સિવ જ્વેલરી પહેરનાર નીતા અંબાણીની ઘડિયાળ કઈ રીતે સસ્તી અને ઓર્ડિનરી હોઈ શકે?
આપણ વાંચો: અનંત-રાધિકાના લગ્ન પછીની પહેલી હોળીની અંબાણી પરિવારે કરી ભવ્ય ઉજવણી, કોણ રહ્યું હતું હાજર?
હાલમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)માં યોજાયેલા એક કાર્યક્રમમાં નીતા અંબાણીએ પોતાના લૂકથી તો ચાર ચાંદ લગાવ્યા જ હતા, પરંતુ એની સાથે સાથે જ તેમણે પહેલી સુપર લક્ઝુરિયસ ઘડિયાળે પણ લાઈમલાઈટ લૂંટી હતી. સોશિયલ મીડિયા પર તો આ ઘડિયાળની કિંમતને લઈને પણ ચર્ચા થઈ રહી છે. આવો જાણીએ નીતા અંબાણીની આ વોચ અને તેની કિંમત શું છે-
હાલમાં જ એનએમએસીસીમાં આયોજિત એક ઈવેન્ટમાં નીતા અંબાણી જાણીતા ડિઝાઈનર મનિષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરવામાં આવેલી ચોકલેટી સાડી પહેરી હતી. આ સાડીમાં નીતા અંબાણી હર હંમેશની જેમ એકદમ એલિગન્ટ લાગી રહ્યા હતાસ પરંતુ આ બધા વચ્ચે સૌથી વધુ ધ્યાન કોઈ વસ્તુએ ખેંચ્યુ હોય તો તે છે નીતા અંબાણીના કાંડા પર જોવા મળેલી હીરાજડિત ઘડિયાળે.
આપણ વાંચો: જીન્સ-ટી શર્ટમાં ફરવા નીકળી અંબાણી પરિવારની આ મહિલા, વિના મેકઅપ પણ…
નીતા અંબાણીએ આ ઈવેન્ટ પર ડાયમંડથી સજાવેલી ચેઈન્ડ વોચ પહેરી હતી, જેને દુનિયાના સૌથી લક્ઝરી વોચ લેબલમાંથી એક પટેક ફિલિપ પાસેથી લેવામાં આવી હતી. ઈન્ટરનેટ પર કરવામાં આવેલા દાવા અનુસાર આ ઘડિયાળમાં નાના-મોટા 2,364 ડાયમંડ લગાવવામાં આવ્યા હતા અને આ ઘડિયાળની કિંમત 3.72 કરોડ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે.
18 કેરેટ રોઝ ગોલ્ડ વોચમાં સેલ્ફ વાઈન્ડિંગ મૂવમેન્ટ અને 30 મીટર વોટર રેઝિસ્ટેન્સ જેવા વિવિધ ફીચર પણ જોવા મળે છે. આ ઘડિયાળ નીતા અંબાણીના પૂરા લૂક પર એકદમ ભારે પડી ગઈ હતી અને એ વાતનો અંદાજો તો એ પરથી લગાવી શકાય છે કે આ ઘડિયાળ સામે નીતા અંબાણીએ સાડી સાથે પહેરેલા સ્ટેટમેન્ટ ફ્લોરલ ઈયરરિંગ્સ પણ તેની સામે ફીકા પડી ગયા હતા. તમે પણ નીતા અંબાણીની આ લક્ઝુરિયસ વોચ ના જોઈ હોય તો અત્યારે જ અહીં જોઈ લો…