દાદી-નાની બન્યા બાદ પણ યુવાન લાગે છે Nita Ambani, આ Magic Drink છે Secret…

સ્ટાઈલથી લઈને સાદગી અને હેલ્થની વાતને લઈને ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીની વાત જ એકદમ ન્યારી છે. કોઈ પણ ઈવેન્ટ હોય કે લૂક હોય નીતા અંબાણી હંમેશા લાઈમલાઈટ ચોરી જ જાય છે. દાદી-નાની બન્યા બાદ પણ નીતા અંબાણી આજે પણ એકદમ યંગ અને બ્યુટીફૂલ દેખાય છે. આજે અમે અહીં તમને તેમની આ યુવાનીના સિક્રેટ વિશે જણાવવા જઈ રહ્યા છે.
પૌત્ર-પૌત્રીઓ અને દોહિત્રી અને દોહિત્ર હોવા છતાં પણ નીતા અંબાણી 35-40 વર્ષથી વધુ મોટી ઉંમરની નથી લાગતી. 60 વર્ષની ઉંમરે પણ નીતા અંબાણી એકદમ યુવાન લાગે છે અને તેઓ પોતાની ફિટનેસ અને સુંદરતાનો એકદમ ખાસ ખ્યાલ રાખે છે. આ બધું મેઈન્ટેન રાખવા માટે નીતા અંબાણી ડાયેટ અને એક્સરસાઈઝ કરવામાં કોઈ પણ કસર બાકી રાખતા નથી કે ન તો એમાં કોઈ પણ કોમ્પ્રોમાઈઝ કરે છે.
નીતા અંબાણીએ ખૂબ જ હેલ્ધી ડાયેટ અને લાઈફસ્ટાઈલને ફોલો કરીને આશરે 18 કિલો જેટલું વજન ઘટાડ્યું હતું. વાત કરીએ એમના યંગ દેખાવવાના સિક્રેટ વિશે તો આ એક મેજિક ડ્રિંક છે. નીતા અંબાણીના વેઈટલોસ અને યુવાનીનું રહસ્ય છે બીટરૂટ ડ્રિન્ક્સ…બીટરૂટનું જ્યુસ પીવાથી વજન તો ઘટે જ છે પણ એની સાથે સાથે સ્કીન પર પણ નેચરલ ગ્લો આવે છે.
જો તમે પણ નીતા અંબાણીની જેમ જ યંગ, હેલ્ધી અને એકદમ બ્યુટીફૂલ દેખાવવા માગતા હોવ તો આ મેજિક ડ્રિંક્સનું સેવન કરવાનું શરૂ કરી દો. તમે ચાહો તો બીટની સાથે સાથે ગાજર, ફૂદીનો મિક્સ કરીને હેલ્ધી અને ટેસ્ટી ડ્રિંક બનાવી શકો છો.
નીતા અંબાણી દરરોજ સવારે ઉઠીને બસ બીટનું જ્યૂસ પીવે છે, જેમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે. તમે પણ તમારી લાઈફસ્ટાઈલમાં સેલડ તરીકે પછી જ્યૂસના ફોર્મમાં બીટનું સેવન કરવું જોઈએ. આને કારણે બે ફાયદા થશે એક તો ઝડપથી વેઈટલોસ થશે અને બીજું કે આ મેજિક ડ્રિંક એન્ટિ એજિંગ તરીકે પણ કામ કરશે.