નીતા અંબાણીએ લંડનમાં કાંજીવરમની સાડી અને ઑફ-શોલ્ડર બ્લાઉઝ પહેરીને છવાઈ ગયા, જુઓ વીડિયો

60 વર્ષની ઉંમરે પણ નીતા અંબાણીની સુંદરતા અને ગ્રેસ સામે ભલભલી લલનાઓ ફિક્કી પડી જાય છે. ફરી એકવાર તેમણે લંડનના બ્રિટિશ મ્યુઝિયમમાં આયોજિત એક કાર્યક્રમમાં કાંજીવરમ સાડી પહેરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. નીતા અંબાણીના આધુનિક ઘરેણાં, સુંદર મેકઅપ અને સ્ટાઇલિશ બ્લાઉઝમાં ખૂબ જ સુંદર દેખાતા હતા. તેમના લુકની દરેક વિગતો જાણીએ.
આ કાર્યક્રમ માટે નીતા અંબાણીએ આર. વર્ધન દ્વારા ડિઝાઇન કરાયેલ સ્વદેશી બ્રાન્ડની સિલ્ક કાંજીવરમ સાડી પસંદ કરી. આ સાડી સનસેટ શેડ એટલે કે બેબી પિંક અને કોપરના શેડમાં છે.
રિયલ સિલ્વરના કટવર્ક અને ફ્લોરલ એમ્બ્રોઇડરીથી બનેલો પલ્લુ આ સાડીનું મુખ્ય આકર્ષણ છે . આ વખતે, નીતા અંબાણીએ પ્લેન અથવા વન થર્ડ સ્લીવ્ઝ ને બદલે ઓફ-ધ-શોલ્ડર પેટર્નવાળું કોર્સેટ બ્લાઉઝ પસંદ કર્યું. આ બ્લાઉઝમાં બિજ્વેલ્ડ બટનો અને ઝરદોસી બોર્ડર પણ હતી.

આપણ વાંચો: નીતા અંબાણીની 17 કરોડ રૂપિયાની આ ટચૂકડી બેગની ખાસિયત જાણશો તો ચોંકી ઉઠશો…
રાની હાર અને લાંબા એમેરાલ્ડ નેકલેસને બદલે, નીતા અંબાણીએ એમેરાલ્ડ ડાયમંડ સ્ટડેડ નેકલેસ પહેર્યો છે. તેની ઉપરની બાજુએ ટીયર ડ્રોપ પેટર્નમાં બે મોટા હીરા છે, જ્યારે આગળના ભાગમાં એક પન્નો મૂકવામાં આવ્યો છે. ડાયમંડ પચેલી બંગડીઓ અને ફ્લોરલ ઓવર ડાયમંડ રિંગ લુકમાં વધારો કરી રહ્યા છે.

નીતા અંબાણીનો રિલાયન્સ દિવાળી પાર્ટીનો લુક પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમણે જાંબલી બનારસી સિલ્ક સાડી પહેરી હતી. સાડીમાં સોનાના દોરાથી ફ્લોરલ ભરતકામ કરવામાં આવ્યું હતું. તેણીએ મોતીના ઘરેણાં અને મેચિંગ બ્લાઉઝથી લુક પૂર્ણ કર્યો હતો.