આ છે Nita Ambaniનો ફેવરેટ નાસ્તો, નામ સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો…

દુનિયાના ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani) અને તેમના પત્ની નીતા અંબાણી (Nita Ambani) સતત લાઈમલાઈટમાં રહે છે. અંબાણી પરિવારની લાઈફસ્ટાઈલ વિશે જાણવાની ઉત્સુક્તા બધાને જ હોય છે. નીતા અંબાણી પોતાની સુંદરતા, ફેશન અને લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. પરંતુ શું તમને ખબર છે કે નીતા અંબાણીનો ફેવરેટ નાસ્તો શું છે? ચાલો તમને જણાવીએ-
60 વર્ષેય નીતા અંબાણી પોતાના લૂક્સ અને ફિટનેસથી બી-ટાઉનની એક્ટ્રેસને પણ મ્હાત આપે છે. તેમને જોઈને તેમની ઉંમરનો અંદાજો લગાવવાનું મુશ્કેલ છે. લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ જીવતા નીતા અંબાણી ખાવા-પીવાના મામલે ખૂબ જ ચોક્કસ છે. નીતા અંબાણી જ નહીં પણ મુકેશ અંબાણી ખુદ ખૂબ જ સાદું ભોજન ખાવાનું પસંદ કરે છે. આખો પરિવાર નોનવેજથી તો દૂર જ રહે છે, પણ એની સાથે સાથે જ તેઓ એકદમ સાદું અને પૌષ્ટિક આહાર ખાવાનું પસંદ કરે છે.
વાત કરીએ નીતા અંબાણીના સૌથી મનગમતા નાસ્તા વિશે તો તેમણે જ એક ઈન્ટરવ્યુમાં આ વિશે ખુલાસો કર્યો હતો. નીતા અંબાણીનો મનગમતો નાસ્તો છે ભેલ. ભેલ ખાવામાં તો ચટાકેદાર હોય જ છે પણ એની સાથે સાથે જ તે હેલ્ધી પણ હોય છે. નાની-મોટી ભૂખ લાગી હોય ત્યારે ભેલ એક બેસ્ટ ઓપ્શન સાબિત થાય છે.
આ પણ વાંચો : ભાઈસાબ ઠાઠ હોય તો આવા, આટલા કરોડની ગાડીમાં સાડી ખરીદવા પહોંચ્યા Nita Ambani…
તમારી જાણ માટે કે મમરામાં સૌથી ઓછી કેલરી હોય છે અને તે વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે. આ સિવાય ભેલમાં જે પણ સેલડ વગેરે નાખવામાં આવે છે તે પણ આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી હોય છે એટલે તેનું સેવન કરવાથી એનર્જી તો મળે જ છે પણ એની સાથે સાથે બ્લડપ્રેશર વગેરે પણ કન્ટ્રોલમાં રહે છે. ખુદ નીતા અંબાણીએ આ વાત કબૂલી હતી અને તેમણે જણાવ્યું હતું કે ભેલ એ તેમનો સૌથી મનગમતો નાસ્તો છે.