સ્પેશિયલ ફિચર્સ

દુનિયાની સૌથી મોંઘી સાડી પહેરીને Mukesh Ambani નહીં આ ખાસ વ્યક્તિને મળવા પહોંચ્યા Nita Ambani…

Nita Ambaniની વાત થઈ રહી હોય તો કંઈ પણ Ordinary કે ચીલાચાલુ હોઈ જ ના શકે, હેં ને? પણ સાથે સાથે તમને મનમાં એ સવાલ પણ સતાવી રહ્યો હશે ને કે આખરે Mukesh Ambani નહીં તો કોણ છે એ સ્પેશિયલ પર્સન કે જેને મળવા માટે નીતા અંબાણી આટલી મોંઘી સાડી પહેરીને પહોંચ્યા હતા?? ચાલો તમારા આ સવાલનો જવાબ આપીએ એ પહેલાં જરા Nita Ambaniની આ મોંઘીદાટ સાડીની કિંમત અને એની વિશેષતા વિશે વાત કરી લઈએ.

નીતા અંબાણીની આ સાડીની કિંમત 40 લાખ રૂપિયાની આસપાસ હોવાનું કહેવાય છે અને તેમણે આ સુંદર સાડીને એકદમ સિમ્પલ સીધા પલ્લા સ્ટાઈલમાં ડ્રેપ કરી હતી. નીતા અંબાણી આ ખાસ વિવાહ પટ્ટુ સાડીને દુનિયાની ગણતરી સૌથી મોંઘી સાડીમાં કરવામાં આવે છે જેમાં સોનું, રૂબી, એમરલ્ડસ અને હીરા જડવામાં આવ્યા છે. બેબી પિંક કલરની આ સાડી ખરેખર ખૂબ જ સુંદર છે અને એનું બ્લાઉઝ આ સાડીને વધારે સુંદર બનાવે છે કારણ કે આ એમાં શ્રીનાથજીની છબી બનાવવામાં આવી છે. આ છબીને ખાસ ચેન્નઈમાં હીરા, ડાયમંડ, સોનાના તાર અને એમરલ્ડસથી તૈયાર કરવામાં આવી છે. કાંચીપુરમમાં 35 મહિલાઓએ મળીને આ સુંદર ડિઝાઈનર સાડી તૈયાર કરી છે.


આઈ નો હવે આ આટલી ખાસ અને મોંઘીદાટ સાડી વિશે આટલું બધું જાણ્યા પછી તમને એ જાણવાની તાલાવેલી થઈ રહી હશે કે આખરે આ ખાસ સાડી પહેરીને નીતા અંબાણી કોને મળવા પહોંચ્યા હતા અને એ ખાસ વ્યક્તિ મુકેશ અંબાણી નહોતા તો કોણ હતું? તો તમારી આ ઉત્કંઠાને પણ સંતોષી દઈએ કે નીતા અંબાણી આ સાડી પહેરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે પહોંચ્યા હતા. જી હા આ સુંદર સાડી સાથે ગ્રીન એમરલ્ડસ અને ડાયમંડ જડેલા રાની હાર અને ઈયરિંગ સાથે પહેરીને પોતાની સુંદરતાને ચાર ચાંદ લગાવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે આ મોંઘી બેબી પિંક સાડી સિવાય પણ નીતા અંબાણીના કલેક્શનમાં રોયલ લુક આપતા ચણિયાચોળી અને સાડીઓની ભરમાર છે અને તેઓ વાર તહેવારે આ સાડીઓ પહેરીને લાઈમલાઈટમાં આવતા જ હોય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button