સ્પેશિયલ ફિચર્સ

બ્લેક કલરના સિમ્પલ આઉટફિટ માટે Nita Ambaniએ ખર્ચ કરી આટલી રકમ…

ભારતના જ નહીં પણ દુનિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિમાં જેમની ગણતરી થાય છે એવા મુકેશ અંબાણી (Mukesh Ambani) કરતાં તેમના પત્ની નીતા અંબાણી (Nita Ambani) સૌથી વધુ લાઈમલાઈટમાં આવતા હોય છે.

નીતા અંબાણી 60 વર્ષે પણ પોતાની સુંદરતાથી અને ગજબની ફેશન સેન્સથી પરિવારની બંને વહુ શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટ તેમ જ દીકરી ઈશા અંબાણી તો ટક્કર આપે જ છે પણ બોલીવૂડની હસીનાઓને પણ તગડી કોમ્પિટિશન આપે છે.

હાલમાં જ સોશિયલ મીડિયા પર નીતા અંબાણીનો મોર્ડન લૂકના ફોટો અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. હર હંમેશની જેમ નીતા અંબાણીનો આ લૂક પણ કાબિલે તારીફ તો હતો જ પરંતુ એ સાથે સાથે તેમણે આઉટફિટ પાછળ કરેલાં ખર્ચની પણ જોરશોરથી તારીફ થઈ રહી છે. ચાલો જોઈએ શું ખાસ આ આઉટફિટમાં-

View this post on Instagram

A post shared by Nita Mukesh Ambani Cultural Centre (@nmacc.india)

આપણ વાંચો: ભારેભરખમ મીનાકારીવાળી જ્વેલરી, નીતા અંબાણી પર આ રીતે ભારે પડી નાની વહુ રાધિકા મર્ચન્ટ…

નીતા અંબાણીએ 60 વર્ષે પણ પોતાની જાતને એટલી ફિટ એન્ડ ફાઈન રાખી છે કે તેઓ કોઈ પણ અવતારમાં સુંદર જ લાગે છે. હાલમાં જ તેમણે ગેસી અવતાર છોડીને મોર્ડન આઉટફિટમાં સ્પોટ કરવામાં આવ્યા હતા અને આ મોર્ડન અવતારમાં પણ નીતા અંબાણી એકદમ પિક્ચર પરફેક્ટ લાગી રહ્યા હતા.

બીકેસી ખાતે આવેલા નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે યોજાયેલા લાઈફ ઓફ પાઈના ઓપનિંગ શોમાં નીતા અંબાણીએ બ્લેક કલરનો એન્કલ લેન્થ ડ્રેસ પહેર્યો હતો. નીતા અંબાણીનો આ બ્લેક ગાઉન બોડી હગિંગ હતો અને તે તેમની કર્વી ફિગર પર એકદમ પરફેક્ટ સૂટ કરી રહ્યો હતો. આમ તો નીતા અંબાણીના આઉટફિટ પર એમ્બ્રોઈડરી હોય છે, પરંતુ આ આઉટફિટ એકદમ પ્લેન હતો. સ્ટ્રેચેબલ ફેબ્રિક આ ડ્રેસને ઈઝી ટુ કેરી બનાવવાનું કામ કર્યું હતું.

આપણ વાંચો: I bet, નીતા અંબાણીને આ ભૂમિકામાં તમે ક્યારેય નહીં જોયા હોય!

નીતા અંબાણીનો આ આઉટફિટ સ્લીવલેસ અને રાઉન્ડ નેકલાઈનવાળો આઉટફિટ બ્રાન્ડ પ્રાડાનો છે અને એની કિંમત 3,55,706 રૂપિયા હોવાનો દાવો એક રિપોર્ટમાં કરાઈ રહ્યો છે. નીતા અંબાણીએ પોતાના આ લૂકને કમ્પલિટ કરવા માટે ડાયમંડ સ્ટડેડ પેટલ્સવાળો નેકલેસ અને કાનમાં મેચિંગ ઈયરરિંગ્સ તેમ જ બ્રેસલેટ કેરી કર્યો હતો. આ ઈવેન્ટના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે, તમે પણ ના જોયા હોય તો અત્યારે જ જોઈ લો…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button