Nita Ambaniની કરોડોની ડાયમંડ રિંગ અને અંબોડામાં 20 કેરેટની ડાયમંડ એસેસરીઝ, કિંમત એટલી કે…
દેશના સૌથી અમીર ઉદ્યોગપતિમાંથી એક એવા Mukesh Ambani અને Nita Ambani પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. વર્તમાન સમયમાં દેશભરમાં ગણેશોત્સવની ઊજવણી ચાલી રહી છે ત્યારે અંબાણી પરિવારે પણ બાપ્પાને પોતાના એન્ટિલિયા ખાતે તેડાવ્યા હતા. આ ઊજવણી દરમિયાન પરિવારના તમામ સભ્યે પોતાના ક્લાસી લૂક્સથી લાઈમલાઈટ ચોરી લીધી હતી, પરંતુ તેમ છતાં નીતા અંબાણીના તોલે તો કોઈ જ ના આવે. આ સમયે નીતા અંબાણી 22 કરોડ રૂપિયાની ડાયમંડ રિંગ પહેરીને ફરી લાઈમલાઈટમાં આવી ગયા ગયા હતા. આવો જોઈએ શું ખાસિયત છે આ રિંગની…
નીતા અંબાણી પોતાની ક્લાસી અને યુનિક સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે ખૂબ જ જાણીતા છે. રોયલ ફેમિલી સાથે કોઈ સંબંધ ના હોવા છતાં પણ તેમના તેવર તો કોઈ મહારાણીને પણ શરમાવે એવા હોય છે અને એમની આ ખાસિયતને કારણે જ તેઓ પોતાની પરિવારની વહુઓ શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટની સાથે સાથે જ દીકરી ઈશા અંબાણી અને બી-ટાઉનની હસીનાઓને પણ પાછળ મૂકી દે છે. એક તરફ નીતા અંબાણીના આઉટફિટ્સમાં જડેલા હીરા, સોનાના તાર ક્રિસ્ટલ તો હવે સાવ સામાન્ય બાબત થઈ ગયા છે અને આવું જ કંઈક એમના જ્વેલરી કલેક્શનનું પણ છે.
આ પણ વાંચો : કંઈક આ રીતે Mukesh Ambani-Nita Ambaniએ કર્યું બાપ્પાનું સ્વાગત, વીડિયો થયો વાઈરલ…
આ વખતે ગણેશ ચતુર્થીના દિવસે નીતા અંબાણીએ 22 કરોડ રૂપિયાથી પણ મોંઘી ડાયમંડ રિંગ ફ્લોન્ટ કરીને સૌને ચોંકાવી દીધા હતા. નીતા અંબાણીએ પોતાની સુંદર સાડી સાથે આ કિંમતી ડાયમંડ રિંગ પહેરી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયોમાં આપવામાં આવેલી માહિતી અનુસાર આ રિંગ ભલે બાકીની રિંગ કરતાં ઓછી ચમકતી હોય, પણ તેની કિંમત કરોડોમાં છે. એટલું જ નહીં પણ આની બીજી પણ ખાસિયત છે, ચાલો એના વિશે વાત કરીએ-
ડાર્ક જાંબુળી રંગની બંધેજ સાડી પર નાના નાના આભલા, પર્લ્સ, મેટલ સિક્વન્સ લગાવવામાં આવી છે અને આ સાથે પિંક બ્લાઉઝ પેયરઅપ કર્યું હતું. આ બ્લાઉઝની સ્લિવ્ઝ પર સાડી જેવું જ હેવી વર્ક કરવામાં આવ્યું છે અને મિરરમાં ગણેશજીની છબિ જોવા મળે છે.
નીતા અંબાણીની આ સાડી તો લાજવાબ હતી જ પણ જે રીતે તેમણે આ સાડી સાથે પર્લ અને ડાયમંડની જ્વેલરી સ્ટાઈલ કરી હતી એ તો ક્લાસ હતું ભાઈસાબ. તેમણે આ આ સમયે 8 લેયરિંગવાળા નેકપીસ સાથે ફ્લાવર પેટર્નવાળા ઈયરરિંગ્સ અને બંગડી પહેરી હતી. પરંતુ લોકોની નજર તો તેમણે આંગળીમાં પહેરેલી સ્ક્વેયરશેપવાળી ડાયમંડ રિંગ પર ચોંટી ગઈ હતી. પોસ્ટમાં કરાયેલા દાવા અનુસાર આ રિંગની કિંમત 22.48 કરોડ રૂપિયા છે.
આ રિંગ 40 કેરેટના અશર કટ ડાયમંડ રિંગ છે. અન્ય ડાયમંડ રિંગની સરખામણીએ આ રિંગ બનાવવાનું સરળ અને બીજી ડાયમંડ રિંગ કરતાં આ રિંગ ઓછી શાઈની હોય છે, જે એની ખાસિયત છે. આ એક એવો ડાયમંડ છે કે એમાં જો કોઈ ઈમ્પર્ફેક્શન કે કોઈ અલગ કલર હશે તો તે તરત જ દેખાઈ જાય છે. આ જ કારણ છે કે આ હાઈ ક્વોલિટી ડાયમંડ રિંગ ગણાય છે અને તેની કિંમત પણ વધારે હોય છે.
નીતા અંબાણી આંગળીઓ સિવાય પોતાના અંબોડાડમાં પણ 20 કેરેટની ડાયમંગ એસેસરીઝ લગાવી હતી અને ગજરાથી ફાઈનલ ટચ અપ કર્યું હતું. ભાઈસાબ આ તો અંબાણીઝ છે, એમના ઠાઠમાઠની તો કંઈ વાત થાય…