નવ લીંબુની કિંમત 2.36 લાખ રૂપિયા??? શું છે આખો માંજરો, જાણો અહીં…
માર્ચ મહિનો પૂરો થવાને આરે છે અને એપ્રિલ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. પરંતુ જે રીતે રાજ્ય અને દેશભરમાં ગરમી પડી રહી છે એ જોતા જાણે મે મહિનો શરૂ થઈ ગયો હોય એવી ગરમી પડી રહી છે. ગરમી શરૂ થાય એટલે આપણે લીંબુ પાણી, નારિયેળ પાણી, શેરડીનો રસ જેવા ઠંડક પહોંચાડતા ડ્રિન્ક્સ પીવાનું શરૂ કરી દઈએ છીએ. જેને કારણે લીંબુના ભાવમાં વૃદ્ધિ જોવા મળે છે. પરંતુ તેમ છતાં નવ લીંબુ માટે 2.36 લાખ રૂપિયા ચૂકવવા પડે એ ટુ મચ જ છે ને? ચાલો તમને આખી વાત વિસ્તારથી જણાવીએ…
વાત જાણે એમ છે કે આ લીંબુના આટલા બધા પૈસા ચૂકવવા પડ્યા કારણ કે એની પાછળ ધાર્મિક કારણ છે. હિંદુ ધર્મમાં લોકોને ભગવાન પ્રત્યે ખૂબ જ અગાઢ શ્રદ્ધા છે અને મંદિરોમાં પણ ભક્તોની પારાવાર ભીડ જોવા મળે છે. ભક્તોની આવી જ અગાધ શ્રદ્ધાનો ઉદાહરણ તમિળનાડુના વિલ્લુપુરમ મંદિરમાં જોવા મળ્યો હતો અને હવે તે ચર્ચાનું કારણ બની ગયું છે.
આ પણ વાંચો : 35,000 રૂપિયામાં વેચાયું એક લીંબુ, શું છે આટલું મોંઘુ વેચાવવાનું કારણ?
તામિલનાડુના વિલ્લુપુરમ મંદિરમાં ભગવાનના પવિત્ર ભાલા પર લગાવવામાં આવેલા 9 લીંબુની લીલામી કરવામાં આવી હતી અને એ પણ 2.36 લાખ રૂપિયામાં. ભક્તોમાં એવી શ્રદ્ધા છે કે આ લીંબુમાંથી નીકળનારા રસનું સેવન કરવાથી વંધ્યત્વ (નિઃસંતાનપણુ) દૂર થાય છે. સાથે સાથે જ ભક્તોનું એવું પણ માનવું છે કે આ લીંબુના રસને પાણીમાં નાખીને પીવાથી ઘર-પરિવારમાં સમૃદ્ધિ આવી છે.
આ પણ વાંચો : વાતાવરણ ગરમ છે તો ખુદને કેમ ઠંડા રાખશો?
લોકોનો આ વાત પર એટલો દ્રઢ વિશ્વાસ છે કે ભગવાન મુરુગાના ભાલામાં લગાવવામાં આવેલા લીંબુમાં જાદુઈ શક્તિઓ છે. આ લીંબુનું સેવન કરવાથી સમસ્યાઓ દૂર થાય છે. નિઃસંતાનપણાની સમસ્યાને દૂર કરવા માટે આસપાસના ગ્રામીણોએ પવિત્ર ભાલામાં લગાવવામાં આવેલા 9 લીંબુને 2.36 લાખ રૂપિયામાં ખરીદ્યા હતા.