સ્પેશિયલ ફિચર્સ

રાતે મોબાઈલ ફોન પર કરો છો કામ? આજે જ છોડી દો આ ટેવ…

મોબાઈલ ફોન એ રોજના જીવનનો એક મહત્ત્વનો હિસ્સો બની ગયો છે. મિત્રો સાથેની ગોસિપ હોય કે પછી ઓફિસ પોલિટિક્સની વાત હોય… આપણે બધી જ વસ્તુઓ જાણવા અને જણાવવા માટે મોબાઈલ ફોનનો મોટા પાયે ઉપયોગ કરીએ છે. આ સિવાય મૂવીઝ કે વેબસિરીઝ જોવા માટે પણ લોકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. પરંતુ હાલમાં જ મળેલી માહિતી પ્રમાણે મોડે સુધી મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો એ તમારા માટે
સવારથી લઈને મોડી રાત સ્માર્ટ ફોનનો ઉપયોગ કરે છે. આજે અમે અહીં તમારા માટે સ્પેશિયલ ઈન્ફોર્મેશન લઈને આવ્યા છીએ અને આ ઈન્ફોર્મેશનને કારણે તમારો જીવ પણ બચી શકે છે.


વાત જાણે એમ છે કે જો તમે પણ મોડી રાત સુધી મોબાઈલ ફોનનો ઉપયોગ કરો છો કે પછી એને તકિયાની નીચે રાખીને સૂઈ જાવ છો કે ચાર્જિંગ પર લગાવીને સૂઈ જાવ છો તો એ તમારા માટે ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે. આપણામાંથી ઘણા લોકોને એવી ટેવ હોય છે કે મોબાઈલ ફોનને તકિયા નીચે કે ધાબળાની નીચે રાખીને સૂઈ જાય છે પરંતુ આ જોખમી સાબિત થઈ શકે છે, કારણ કે તમારા ફોનની બેટરી બ્લાસ્ટ થઈ શકે છે અને એ તમારા માટે જોખમી સાબિત થઈ શકે છે.


એપલ દ્વારા થોડાક સમય પહેલાં એડવાઈઝરી જાહેર કરીને આઈફોનને તકિયા નીચે કે કોઈ વસ્તુ નીચે દબાવીને નહીં રાખવાની ભલામણ કરી હતી. આવું કપવું જોખમી સાબિત થઈ શકે છે. મોબાઈલ ચાર્જિંગ વખતે ફોન હંમેશા ગરમ થાય છે, કારણ કે એ દરમિયાન એનર્જી ટ્રાન્સફર થાય છે અને આ પ્રોસેસમાં અનેક મોબાઈલ ફોન વધુ હીટ જનરેટ કરે છે.


અત્રે ઉલ્લેખનીય છે કે કેરળના થ્રિસુરમાં મોબાઈલમાં બ્લાસ્ટ થવાને કારણે આઠ વર્ષની બાળકીનું મૃત્યુ થયું હતું. રિપોર્ટ્સમાં એવું જણાવવામાં આવ્યું હતું કે ચાર્જિંગ પર મૂકેલો આ ફોન બાળકીના હાથમાં હતો. આ ઉપરાંત ઘણી વખત લોકો ફોન ચાર્જિંગ પર મૂકીને વાત કરતાં હોય છે આવું કરવું પણ યુઝર્સ માટે જોખમી સાબિત થઈ શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button