નવેમ્બર 2025થી બદલાઈ રહ્યા છે આ મહત્ત્વના નિયમો: બૅન્ક નોમિની, SBI ચાર્જિસ અને LPGના ભાવમાં થશે ફેરફાર | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

નવેમ્બર 2025થી બદલાઈ રહ્યા છે આ મહત્ત્વના નિયમો: બૅન્ક નોમિની, SBI ચાર્જિસ અને LPGના ભાવમાં થશે ફેરફાર

દર મહિનાની પહેલી તારીખે કેટલાક મહત્ત્વના નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે, જેની અસર આમ આદમીના ગજવા પર જોવા મળે છે. પહેલી નવેમ્બર, 2025થી પણ આવા જ કેટલાક મહત્વના નિયમોમાં ફેરફાર કરવામાં આવશે, જેની અસર સીધેસીધી તમારા મંથલી બજેટ પર જોવા મળશે.

મળતી માહિતી મુજબ આ વખતે પહેલી નવેમ્બરથી બેંક એકાઉન્ટ માટે ચાર નોમિની, એસબીઆઈના કાર્ડના ચાર્જિસ, લોકર ચાર્જિસ, પેન્શન, ગેસ સિલિન્ડર તેમ જ તેલના ભાવમાં વધારો કે ઘટાડો જોવા મળી શકે છે. આ તમામ નિયમો બદલાતા સામાન્ય નાગરિકોના જીવન પર તેની અસર જોવા મળે છે. ચાલો જોઈએ આ વખતે પહેલી નિયમથી શું શું બદલાઈ રહ્યું છે-

આપણ વાચો: FD ને લઈને નિયમોમાં ફેરફાર કર્યા RBI એ, અત્યારે જ જાણી લો ફટાફટ…

બેંક એકાઉન્ટ અને લોકરમાં નોમિની સંબંધિત નિયમ

પહેલી નવેમ્બરથી બેંક દ્વારા તેમના ડિપોઝિટ એકાઉન્ટ, લોકર વગેરે માટે નવી નોમિની પોલિસી લાગુ કરવામાં આવશે. નાણાં મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર બેંકિંગ એક્ટ, 2025ની કલર 10થી 13ની જોગવાઈ પર પહેલી નવેમ્બરથી અમલ કરવામાં આવશે.

ખાતાધારકો હવે પોતાના એકાઉન્ટમાં ચાર નોમિનીના નામ જોડી શકશે. આ સિવાય ખાતાધારકો તેમની ઈચ્છા પ્રમાણે મૂકેલી થાપણ કે પૈસા માટે જે તે નોમિનીને કેટલો હિસ્સો મળશે એ પણ સ્પષ્ટ કરી શકશે.

આપણ વાચો: NHAIએ ફાસ્ટેગને લઈને નિયમોમાં ફેરફાર કર્યો, હવે આવી ભૂલ કરશો તો…..

એસબીઆઈ કાર્ડની ફીમાં કરાશે ફેરફાર

એસબીઆઈ દ્વારા પહેલી નવેમ્બરથી ફીના સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. એજ્યુકેશન સંબંધિત પેમેન્ટમાં હવે CRED, Cheq કે પછી MobiKwik જેવી થર્ડ પાર્ટી એપ દ્વારા કરવામાં આવશે તો તેના પર એક ટકાનો ચાર્જ વસૂલવામાં આવશે.

જો આ પેમેન્ટ સીધું સ્કૂલ, કોલેજ કે યુનિવર્સિટીની વેબસાઈટ કે પીઓએસ મશીન પર કરવામાં આવશે તો કોઈ ચાર્જ નહીં લાગે. આ સિવાય 1000 રૂપિયાથી વધુના વોલેટ લોડ ટ્રાન્ઝેકેશન પર પણ એક ટકાનો ચાર્જ વસૂલવામાં આવશે.

આપણ વાચો: Changes in rules: નવા વર્ષથી આ નિયમોમાં ફેરફાર થશે, જેની સીધી અસર તમારા બજેટને પર પડી શકે

પીએનબી લોકરની ફી ઘટશે

પંજાબ નેશનલ બેંક દ્વારા 16મી ઓક્ટોબર, 2025ના રોજ એક નોટિસમાં જણાવ્યું હતું કે બેંક દ્વારા લોકના રેન્ટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. નવા લોકર રેન્ટ બેંકની વેબસાઈટ પર પ્રકાશિત થયાના 30 દિવસ બાદમાં અમલમાં મુકાશે. આ ઘટાડો તમામ સાઈઝ અને શાખાના લોકર પર લાગુ કરવામાં આવશે.

હયાતી પ્રમાણપત્ર જમામ કરવાની અંતિમ મુદ્દત

તમામ કેન્દ્ર અને રાજ્ય સરકારના પેન્શનધારકોએ તેમના વાર્ષિક લિવિંગ સર્ટિફિકેટ પહેલી નવેમ્બરથી 30મી નવેમ્બર, 2025ની વચ્ચે જમા કરાવવાના રહેશે, જેથી તેમને પેન્શન મળતું રહે. 80 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના પેન્શનરોને પહેલી ઓક્ટોબરથી સર્ટિફિકેટ સબમિટ કરવાની પરવાનગી આપવામાં આવી છે.

યુનિફાઈડ પેન્શન સ્કીમમાં સ્વિચ કરવાની ડેડલાઈન

કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ)માંથી યુનિફાઈડ પેન્શન સ્કીમ (યુપીએસ)માં સ્વિચ કરવાની ડેડલાઈન 30મી નવેમ્બર છે. આ રાહત વર્તમાન સરકારી કર્મચારીઓ, નિવૃત્ત કર્મચારીઓ અને મૃત પેન્શનરોના જીવનસાથીઓ માટે જ રહેશે. આ ફેરફારનો મુખ્ય હેતુ બેંકિં અને પેન્શન સિસ્ટનને સરળ બનાવીને ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપીને વ્યવહારમાં પારદર્શક્તા લાવવાનો છે.

એલપીજીની કિંમતોમાં થશે ફેરફાર

દર મહિનાની પહેલી તારીખે રસોઈ ગેસ, કમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર કરવામાં આવે છે, ત્યારે પહેલી નવેમ્બરના પણ એલપીજીની કિંમતોમાં ફેરફાર જોવા મળે એવી પૂરેપૂરી શક્યતા છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button