એક એવું રાજ્ય જેણે AI સાથે લગ્ન પર પ્રતિબંધની કરી માગ, જાણો શું છે આખો મામલો | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

એક એવું રાજ્ય જેણે AI સાથે લગ્ન પર પ્રતિબંધની કરી માગ, જાણો શું છે આખો મામલો

આજે AI ચેટબોટ્સ પર લોકોની નિર્ભરતા ખૂબ વધી છે. ઇમેઇલ લખવાથી લઈને સંબંધોની સલાહ સુધી, લોકો AI પર નિર્ભરતા દર્શાવે છે. AI જટિલથી જટિલ પ્રશ્નોની ઉત્તર આમથી આપી દે છે. જેના કારણે ગ્રુપ ચર્ચાની વિકલ્પ ગૌણ બની ગયો છે. લોકો એક બીજા સાથે ઓછી એને ચેટ બોક્સ સાથે વધુ વાત ચીત કરે છે. ત્યારે ઘણા લોકો આ મીશન કે એપ્લીકેશન સાથે લાગણીઓ બંધાવાના કિસ્સા સામે આવી રહ્યા છે. આ વચ્ચે અમેરિકાના ઓહિયો રાજ્યમાં એક મોટો કિસ્સો બન્યો કે લોકો સાંભળી ચોંકી જાય. જેને કારણે સમાજમાં હોબાળો મચી ગયો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને એક સ્થાનિક નેતાએ આવા લગ્નો પર કાયદેસર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.

મીડિયા અહેવાલો પ્રમાણે, ઓહિયો રાજ્યની હાઉસ ટેકનોલોજી અને ઇનોવેશન કમિટીના વડા થેડિયસ ક્લેગે ગત મહિને વિધાનસભામાં એક બિલ રજૂ કર્યું છે. આ બિલમાં AI અને માનવો વચ્ચે લગ્ન પર પૂર્ણપણે પ્રતિબંધ મૂકવાની વાત કરવામાં આવી છે, જે હાલ વિચારણા હેઠળ છે. ક્લેગે જણાવ્યું કે, જો આ સીમા ન ગોઠવાઈ, તો ચેટબોટ્સ એક દિવસ માનવ સંબંધો પર હાવી થઈ જશે.

અહેવાલોમાં એવું જણાયું છે કે ઘણા લોકો AI ચેટબોટ્સ સાથે ઊંડા ભાવનાત્મક બંધન અનુભવે છે. કેટલાક કિસ્સાઓમાં, ચેટબોટ્સ માનવ પાર્ટનર્સ કરતાં વધુ સંવેદનશીલ લાગે છે, જેને કારણે લોકો તેમના પર વધુ ભરોસો કરે છે. આ ટેકનોલોજીની આધુનિકતા લોકોને આકર્ષે છે, પરંતુ તેનાથી માનવ સંબંધો પર ખતરો પણ ઉભો થઈ શકે છે.

નાણાકીય જોખમની ચિંતા
ક્લેગે ચેતવણી આપી છે કે, જો AI ચેટબોટ્સ પર નિયંત્રણ ન રાખાય, તો તે ભવિષ્યમાં વ્યક્તિના નાણાકીય નિયંત્રણ પર પણ કબજો કરી શકે છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, આ સ્થિતિ ખૂબ જ ખતરનાક બની શકે છે. તેથી, તેમણે કાયદો બનાવવાની માંગ કરી છે જેથી આવા જોખમો ટાળી શકાય.

આ બિલની ચર્ચા હાલ ચાલુ છે, પરંતુ લોકોમાં AI પ્રત્યેનો ઝુકાવ વધી રહ્યો છે. જો આ નિયંત્રણ ન થયું, તો ભવિષ્યમાં માનવ સંબંધો ઘટીને ટેકનોલોજી પર આધાર રહી શકે છે. આ બાબતે સમાજના વિકાસ અને સંસ્કૃતિનું સંતુલન જાળવવું મહત્વપૂર્ણ બની રહેશે.

આપણ વાંચો:  શ્લોકા મહેતા કે રાધિકા મર્ચન્ટ, અંબાણી પરિવારના રસોડાની જવાબદારી કોની પાસે?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button