આટલું મોંઘું પાણી પીવે છે Neeta Ambani, કિંમત સાંભળશો તો માથું ભમવા લાગશે…
Neeta Ambaniનું નામ આવે એટલે સ્વાભાવિક જ આપણી અપેક્ષાઓ એકદમ હાઈ થઈ જાય. Neeta Ambaniની લાઈફસ્ટાઈલ અને ફેશન ટ્રેન્ડના દિવાનાઓની બિલકુલ કમી નથી. Neeta Ambani જેટલા સિમ્પલ દેખાય છે એટલી જ મોંઘી એમની ચોઈસ હોય છે. કપડાં, જ્વેલરીથી લઈને ફૂટવેયર્સ સુધી પીવાના પાણીની બોટલની કિંમત પણ લાખોમાં છે અને આપણે આજે નીતા અંબાણી જે પાણી પીવે છે એની કિંમત વિશે વાત કરવાના છીએ… ચાલો તમને આજે નીતા અંબાણી જે પાણી પીવે છે એની કિંમત વિશે…
59 વર્ષીય નીતા અંબાણી પોતાની જાતને ફિટ રાખવા માટે Acqua di Cristallo Tributo a Modigliani નામની બ્રાન્ડનું પાણી પીવે છે. સોનાથી બનાવવામાં આવેલી આ પાણીની બોટલની ગણતરી દુનિયાની સૌથી મોંઘી પાણીની બોટલમાં કરવામાં આવે છે. આ બોટલમાં ભરવામાં આવતું પાણી ફ્રાન્સ કે ફિજીનું હોય છે. એવું કહેવાય છે કે નીતા અંબાણી જે પાણી પીવે છે એમાં 5 ગ્રામ સોનાની રાખ પણ મિક્સ કરવામાં આવે છે.
Acqua di Cristallo Tributo a Modigliani 750 mlની પાણીની એક બોટલની કિંમત આશરે 50 લાખ રૂપિયા છે. આટલી મોંઘીદાટ પાણીની બોટલની કિંમત સાંભળીને તમને થઈ ગયું ને કે આખરે એવું તે શું ખાસ છે આ પાણીમાં તો તમારી જાણ માટે કે આ પાણીમાં સોનાની રાખ સિવાય બાકીના મહત્ત્વના મિનરલ્સ પણ હોય છે અને એને કારણે જ તેની કિંમત આટલી મોંઘી રાખવામાં આવી છે.
જોકે, આ કંઈ નવી વાત નથી. નીતા અંબાણી સિવાય અનેક સેલેબ્સ અને સ્પોર્ટ્સમેન પણ બ્લેક વોટર, આલ્કેઈન વોટર જેવા જેવા વિવિધ પ્રકારના મોંઘા મોંઘા પાણી પીતા હોય છે અને આ તો નીતા અંબાણી છે એટલે એમના ઠાઠ અલગ હોવાના જ ને…